તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય રંગપુરણી સ્પર્ધા સમારંભ તાજેતરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં કચ્છ જિલ્લાના લગભગ 2500 જેટલા છાત્રોએ ભાગ લીધો હતો. જે પૈકી 80 મેડલ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ તથા 100 જેટલા સ્પર્ધકોને કોન્સોલેશન પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
સંચાલન કચ્છ જિલ્લાના પ્રમુખ બુજ્જી બાબુ ડોંગાએ કર્યું હતું.રાજ્ય કક્ષાએ 7 વિદ્યાર્થીઓ જેમાં મોર્ડન સ્કૂલના કુસુમ હરવાસાણી, સેવી ઇન્ટરનેશનલ સ્કૂલના આસ્થા મીતા, ક્રિએટીવ આર્ટ્સમાંથી સેની બન્સલ, મુન્દ્રાની ઓપી જિંદલ સ્કૂલના અખતર જીશાન, ક્રિએટીવ આર્ટસના મીરા શીવપુરા અને સ્વામીનારાયણ ગુરૂકુળના કુશવાહા સુસ્મીતાને ટ્રોફિ અને પ્રમાણપત્ર, બેગ ઇનામમાં આપી સન્માન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ભાગ લેવડાવનાર શાળાના શિક્ષકોની શ્રેષ્ઠ કલા પ્રવૃતિ બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા.
જેમાં મુન્દ્રના મુકેશ વારૈયા, ગાંધીધામના નીતા પરમાર, રાજુલી, પ્રિયા ડોંગા, નીલીમા દરિયાણી, નિર્મલા પુરીનો સમાવેશ થાય છે. શાળાઓમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મોર્ડન સ્કૂલ ગાંધીધામે મેળવતાં તેને ટ્રોફિ, પ્રમાણપત્ર અને બેગ આપી સન્માનીત કરાયા હતા. સમારંભના અંતે બુજ્જી ડોંગાએ છાત્રોને કલા વિષયે માહિતી આપી આ ક્ષેત્રમાં ધ્યાન આપી ભવિષ્યમાં આગળ વધી કચ્છ ભુજ નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન કરવા ઇચ્છા વ્યક્ત કરી હતી.
સૌરાષ્ટ્ર કલા શિક્ષક સંઘના પ્રમુખ રજનીભાઇ ત્રિવેદી, વાઇસ પ્રેસીડેન્ટ લલીતભાઇ રાઠોડ, કચ્છ મલયાલી વેલ્ફેર એસોસિએશનના વી.પી.કે. ઉન્ની, માનવતા ગ્રૂપના પ્રેસિડેન્ટ ગોવિંદ દનિચા ઉપરાંત હર્ષ ઠક્કર, મહેશ બાપટ, માનસી બાપટ, રવિ પમવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મનીષા ગાલા અને પ્રિયા ડોંગાએ જહેમત ઉઠાવી હતી. સમારંભને કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના પ્રમુખ પરેશભાઇ સેવક અને મહામંત્રી જીજ્ઞેશ લિંબાચીયાએ શુભકામના પાઠવી હતી. કાર્યક્રમમાં છાત્રો ઉપરાંત વાલીઓ પણ ઉત્સાહથી જોડાયા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.