તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામના કાર માલિકની કાર વીમા પોલીસી 14 દિવસમાં ટ્રાન્સફર થવાની પ્રક્રિયા ચાલુ હોવા દરમિયાન ચોરી થતાં ક્લેઇમ પાસ ન કરતી વીમા કંપનીને રૂ.2.51 લાખ વળતર ચુકવવા આદેશ કરી ફોરમ દ્વારા અભૂતપૂર્વ ચુકાદો સંભળાવાયો હતો.
ગાંધીધામના કુંવરબેન સથવારાએ જીજે-12-પી- 6360 નંબરની કાર એક શિપિંગ એજન્સી પાસેથી તા.1 ફેબ્રુઆરી 2008 ના ખરીદી હતી તેમના ડ્રાઇવર શનાભાઇ ઝાલા વાહન લઇને તા.4ફેબ્રુઆરી 2008 માં મુસાફરો સાથે વડોદરા ગયા હતા. રાત્રે તેમણે પાર્ક કરેલ આ કાર કારમાં મુસાફરી કરતા રવિકુમારસિંગ અને તેની પત્નીએ ચોરી કરી હતી. જેની 7 ફેબ્રુઆરી 2008 માં પોલીસ ફરિયાદ પણ કરાઇ હતી. આ કાર વેચાણે લીધા બાદ વીમા પોલીસે વેંચનારના નામે હતી જે ફરિયાદીના નામે કરવા માટે તા.9 ફેબ્રુઆરી 2008 ના કરી હતી. પણ કોચીની શાખામાંથી વીમો લેવામાં આવ્યો હોઇ આ પ્રક્રિયા ત્યાં જ થાય એમ હતી. વેંચાણમાં લેનાર કાર માલીકે કાર ચોરી થઇ હોવાથી લેખિતમાં વીમા કંપનીને જાણ કરી ક્લેઇમની માંગ કરી હતી. પરંતુ ધી યુનાઇટેડ ઇન્ડીયા એન્સ્યોરન્સ કં.લી. દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતાં આ કેસ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં દાખલ કરાયા બાદ ફરિયાદીએ વીમા કંપની પોલીસી મુજબ ક્લેઇમ ચુકવવા જવાબદાર ન હોવાનો નિર્ણય જણાવ્યો હતો જેમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ચુકાદાથી નારાજ ફરિયાદીએ રાન્ય કમિશન સમક્ષ અપીલ કરી હતી ત્યાં પણ આ અરજી રદ્દ થતાં આખરે નેશનલ કમિશન સમક્ષ રીટ કરાઇ હતી જેમાં ફોરમના ચુકાદાને રદ્દ કરી વીમા કંપનીને 2.51 લાખ ગ્રાહકને ચૂકવવા આદેશ કર્યો હતો. ફરિયાદી પક્ષે ધારાશાસ્ત્રી રાજેશ ઠક્કર, વિક્રમ ઠક્કર અને હાર્દિક જોબનપૂત્રા હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.