તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:કંડલામાં શંકાસ્પદ કાર્ગો સાથેના બે વેસલને ‘થોભો’ નો આદેશ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેપ્થા છે કે ગેસોલીન ? લેબ.ની સંદેહાસ્પદ બનતી ભૂમિકા
  • ખુબ નાની ભેદરેખા ધરાવતા બે લિક્વીડના સમીકરણોમાં રમાતી રમત!

કંડલામાં ગત ફેબ્રુઆરીના એક બાદ એક બે વેસલને રુક જાવોનો આદેશ ડીઆરઆઈ સહિતની રાષ્ટ્રીય રેવન્યુ એજન્સી દ્વારા અપાયો હતો. કંડલામાં હેઝલ મર્કેન્ટાઈલ લિમિટેડ દ્વારા પોતાના પક્ષમાં કસ્ટમ કમિશનરને પાઠવાયેલા પત્રમાં એવી પેરવી કરાઈ છે કે દહેરાદૂન સહીતની લેબોરેટરીએ જે તે ઈમ્પોર્ટ કરાયેલું લિક્વિડ નેપ્થા હોવાનું કહ્યું છે જેથી તેમને તેને મુક્ત કરવાની પરવાનગી અપાય. પરંતુ બીજા પક્ષે સતત પેટ્રોલીયમ સંદર્ભની બાબતોમાં ચેકિંગ અને લેબોરેટરીના રિપોર્ટમાં ‘ગ્રે’ શેડ નો ફાયદો ઉઠાવવાનો આરોપ ઉઠતા રહ્યા છે.

માત્ર નાના સમીકરણોમાં બદલાવ કરીને કરોડોના કાર્ગોના રિપોર્ટને એક કેટેગરીમાંથી અન્યમાં ઉથલાવી દેવાના કારસાઓના કારણે સરકારની તિજોરીમાં કરોડો નહિ, પરંતુ અબજોની ગેરરીતિ આચરાતી હોવાનું વારંવાર સામે આવતું રહ્યું છે. ત્યારે આ અંગે કસ્ટમ અને કેંદ્ર સરકારની ઢીલી નીતિ વિવિધ પ્રશ્નો જન્માવી રહ્યું છે, વિશેષ તો એ લઈને પણ કે જ્યારે કેંદ્ર સ્તરના મોટા ગજાના મંત્રીના પુત્રનું નામ પણ આમાં લાંબા સમયથી ચર્ચામાં છે અને તેના નામે સ્થાનિક લોકો પોતાનો વેપલો ચલાવી રહ્યા છે.

કંડલામાં 1લી ફેબ્રુઆરીના આવેલા એક જહાજને ડીઆરઆઈ એ અટકાવી દીધુ છે, તો બીજા વેસલને કસ્ટમને કાર્યવાહી સોંપવામાં આવી હતી. જેમણે તેના વિરુદ્ધ જોઇએ એટલા કઠોર પગલા ના લઈને તેને રુક જાવોનો આદેશ આપી દીધાનું સામે આવ્યું હતું. તો ત્રીજા કિસ્સામાં વેસલ પણ શંકાસ્પદ જથ્થા સાથે આવ્યું, જેમાં પણ ગેસોલીન હોવાની સંભાવના ઉદભવી ત્યારે તેને પણ રુકજાવો નો આદેશ અપાયો હોવાનું કસ્ટમના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...