આદેશ:7 દિવસમાં દબાણ હટાવવા આદેશ, નગરપાલિકાએ 5-એ વિસ્તારમાં વાડાના સાત દબાણ હટાવવા નોટિસ પાઠવી

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ - આદિપુર સંકુલમાં અન્ય પેશકદમી દૂર કરવા પાલિકા દ્વારા ક્યારે પગલાં ભરાશે?

ગાંધીધામ નગરપાલિકા દ્વારા આવા નવા જે તે વિસ્તારમાં આવેલા દબાણ હટાવવા માટે પગલાં ભરવામાં આવતા હોય છે આજે 5-એ વિસ્તારમાં સાત જેટલા વાળા ના દબાણો કરવામાં આવ્યા છે તેને નોટિસ આપવામાં આવી છે સાત દિવસની મહેતલમાં આ દબાણ ન આવે તો પાલિકા દ્વારા આગળની કાર્યવાહીના ભાગરૂપે દબાણ હટાવવા માટે પગલાં ભરશે.

નગરપાલિકા દ્વારા સમયસર પગલાં ભરવામાં ન આવતા કેટલીક વખત અનેકવિધ પ્રશ્નો ઊભા થતા હોય છે ખાસ કરીને શહેરના જુદા જુદા વિસ્તારમાં દબાણો વધી રહ્યા છે તેને દૂર કરવા માટે રજૂઆતો પણ થાય છે પરંતુ કોઇને કોઇ દબાણ કે અન્ય કારણોસર નગરપાલિકા જોઈએ તેવા કડક પગલાં ભરતી નથી તેને લઈને દબાણકારોને મોકળું મેદાન મળતું હોય તેવી સ્થિતિ પણ ઉભી થતી હોય છે.

દરમિયાન આજે શહેરના 5-એ વિસ્તારમાં આવેલ પશુ માટે આપવામાં આવેલા વાડાના દબાણો માટે કામગીરીના ભાગરૂપે નોટિસ પાઠવવામાં આવી છે કલોલમાં આવેલ આ દબાણ કરવા માટે દબાણકારોને જણાવવામાં આવ્યું છે, આમ છતાં જો યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો પાલિકા દ્વારા આગામી દિવસોમાં આ અંગે પગલાં ભરવામાં આવશે તેમ જણાય છે.

શહેરમાં દબાણોનો રાફડો ફાટયો છે મુખ્ય બજારથી લઈને અનેક વિસ્તારોમાં દબાણ વધી રહ્યા છે. વધતા દબાણો દૂર કરવા માટે પાલિકા પાસે યોગ્ય પ્રમાણમાં આયોજન ન હોવાથી લોકોને માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે ફૂટપાથ પર પણ દબાણ હોવાથી ક્યાં ચાલુ છે તેવો પ્રશ્ન ઊભો થાય છે.

દબાણ દૂર કરવા માટે યોગ્ય પ્રમાણમાં પગલા ભરવાની જરૂર છે જેને લઇને અન્ય બાળકોને પણ દાખલો બેસે અન્ય દબાણકારોને પણ દાખલો બેસે તેવી કામગીરી પાલિકાએ કરવી પડશે જેને માટે કોઈ પણ તે શરમ રાખવી ન જોઈએ. કેટલાક દબાણો તો ભાજપના જ નેતાઓ ના આશીર્વાદથી તેના સંબંધિત દ્વારા કરવામાં આવ્યો હોવા સહિતના મુદ્દે ચણભણાટ ઉઠે છે પરંતુ આ માટે દબાણ દૂર થાય તેમાં તે માટે પગલા ભરાતા નથી.

ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે
શહેરમાં વધતા દબાણને લઈને અનેક વિવિધ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે જેમાં મહત્વના મુદ્દાઓ માં જોવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા નો પણ સમાવેશ થાય છે. દબાણને લઈને ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. પાલિકાને પણ કેટલીક વખત પોતાના વિકાસ કામો કરવામાં અડચણ આવી રહી છે. અગાઉ મુખ્ય બજાર સહિતના વિસ્તારમાં ગટરની લાઇન નાખવાની હતી તેમાં પણ દબાણો હોવાથી ગટર લાઈન વાંકીચૂકી નાખવાની નોબત આવી હતી.

અન્ય સમાચારો પણ છે...