આદેશ:5 વર્ષ પૂર્ણ થતાં સરકારી શાળાના 101 શિક્ષકને પુરા પગારના આદેશ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં યોજાયો કાર્યક્રમ

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત શિક્ષણ સહાયકોને પાંચ વર્ષ પૂર્ણ થતાં પુરા પગારમાં સમાવેશ આદેશ એનાયત કરવાનો સમારોહ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ આદિપુર ખાતે યોજાયો હતો. જેમાં 101 શિક્ષકોને પુરા પગારના આદેશ આપવામાં આવ્યા હતા.

સરકારી શાળાઓના શિક્ષકોને પુરા પગારનો આદેશ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સમારંભમાં અધ્યક્ષ સ્થાને તેમજ નગરપાલિકા ગાંધીધામના પ્રમુખ ઈશિતાબેન ટિલવાની વગેરે મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. 5 જેટલા વર્ગ 4ના મિત્રો અને 1 શિક્ષકને ઉચ્ચતર પગાર ધોરણના આદેશ આપવામાં આવ્યાં હતા.

આ પ્રસંગે ગુરુજનો અને વિવિધ શિક્ષક સંગઠનના હોદ્દેદારોએ પણ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. શિક્ષકોને પુરા પગાર આપવાના આ કાર્યક્રમમાં ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ ઉપરાંત નગરપાલિકા કારોબારી ચેરમેન પુનિતભાઈ દુધરેજીયા, કૈલાસબેન ભટ્ટ, કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર ખાતેથી નાયબ નિયામક (મહેકમ) ડો.બી.સી. સોલંકી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી. એન. પ્રજાપતિ હાજર રહ્યા હતા. આભારવિધિ કેળવણી નિરીક્ષક વિનોદભાઈ પરમારે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...