તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:પૂર્વ કચ્છના 6 પીઆઇ, 6 PSIની બદલીના આદેશ છૂટ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 પોલીસ ઇન્સપેક્ટરને વધારાના ચાર્જ પણ સોંપાયા

પૂર્વ કચ્છના 6 પોલીસ ઇન્સપેક્ટર અને 6 પોલીસ સબ ઇન્સપેક્ટરોની આંતરિક બદલીનો આદેશ પોલીસવડા મયુર પાટીલે કરતાં બેડામાં ગરમાવો જોવા મળ્યો હતો. આ પ્રક્રિયામાં 4 પોલીસ ઇન્સપેક્ટરને વધારાનો ચાર્જ પણ સોંપાયો હતો. એસપી દ્વારા કરવામાં આવેલી બદલીઓમાં પીઆઇ પી.એન.ઝીઝુવાડિયાને લીવર રિઝર્વ થી રાપર પોલીસ સ્ટેશન,અંજારના સીપીઆઇ સીપીઆઇ જી.એલ.ચૌધરીને ભચાઉ પોલીસ સ્ટેશનો ચાર્જ સોંપાયો છે, તો ભચાઉના પીઆઇ એસ.એન. કરંગીયાને ગાંધીધામ બી-ડિવિઝનનો ચાર્જ સોંપાયો છે.

બી-ડિવિઝનના પીઆઇ એસ.એસ.દેસાઇને એલસીબીની કમાન સોંપાઇ છે જે એલસસીબીના ઇન્ચાર્જ પીઆઇ સાથે બી-ડિવિઝનના પીઆઇ તરીકેના ચાર્જમાં હતા. મહિલા પોલીસ મથકના પીઆઇ કે.પી. સાગઠીયાને કંડલા મરિન પોલીસ મથકનો હવાલો સોંપાયો છે. તો કંડલા મરિન પીઆઇ એ.જી.સોલંકીને આઇયુસીએ/એએચટીયુમાં બદલ્યા છે તો તેમને સાયબર ક્રાઇમ પોલીસ મથકનો વધારાનો હવાલો પણ સોંપાયો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરોમાં એ-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એન.ચાવડાને મહિલા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ તરીકે મુકાયા છે.

સામખિયાળીના પીએસઆઇ એમ.એમ.જોષીને ભચાઉ મુકાયા છે, અંજારના પીએસઆઇ વી.જી.લાંબરિયાને કંડલા મરિન પોલીસ મથકે મુકાયા છે. કંડલા મરિનના પીએસઆઇ એમ.કે.વાઘેલાને અંજાર મુકાયા છે. ભચાઉના પીએસઆઇ એન.વી.રહેવરને તથા રાપરના એચ.એમ.પટેલને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે મુકાયા છે. આ સાથે રાપરના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. જાડેજાને રાપર પોલીસ મથકના ચાર્જમાંથી મુક્ત કરાયા છે. એલઆઇબીના પીઆઇ ડી.બી.પરમારને એસઓજીનો વધારાનો ચાર્જ સોંપાયો છે. અંજાર પીઆઇ એમ.એન.રાણાને અંજાર સર્કલ ઇન્સપેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

અન્ય સમાચારો પણ છે...