વિરોધ:ખાનગીકરણ, રાત્રિ ભથ્થા વગેરે મુદે વેસ્ટર્ન રેલવે મજુર સંઘનો વિરોધ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ શાખા દ્વારા સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો
  • ​​​​​​​વિરોધ સપ્તાહમાં પેન્શન સ્કીમ સહિતની માગણી બળવતર કરાઇ

વેસ્ટર્ન રેલવે મજુર સંઘના અમદાવાદ મંડળ દ્વારા મંત્રી આર.એ. ભાટીયા અને ડા. એમ. રાઘવૈયાના આહવાન પર ભારતીય રેલવે કર્મચારીઓ દ્વારા ગાંધીધામ સહિતના સ્થળોએ વિરોધ સપ્તાહ મનાવીને ખાનગી કરણ સહિતના મુદાઓએ વિરોધ પ્રદશન કર્યો હતો.

રેલવેમાં ખાનગીકરણની પ્રક્રિયા મુદ્દે ચણબણાટ જાગ્યો છે. સંઘની ગાંધીધામ શાખાના અધ્યક્ષ હરી રામાને સચિવ વિરેંદ્ર ગેહલોતની દોરવણી તળે શહેરના અલગ અલગ વિભાગોએ પોતાની માંગોને લઈને વિરોધ પ્રદશન કર્યા હતા. શાખા અધ્યક્ષ નરપતસિંહ પરમારે જણાવ્યું કે ખાનગીકરણ, નીગમી કરણ, કર્મચારીઓને રાત્રી ભથ્થા, સિલીંગ લીમીટ ખત્મ કરવા, શ્રમ કાયદાઓમાં બદલાવ કરવા, એપીએસ રદ કરીને જુની પેંશન સ્કીમ લાગુ કરવા સહિતની માંગો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...