વિવાદ:મીઠાઈની દુકાનોમાં વિગતો છુપાવી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકુલની દુકાનોમાં પુરતાં ચેકિંગના અભાવની બૂમ
  • માનવ અધિકાર પંચે પાલિકાના મુખ્ય અધિકારીને ઢંઢોળ્યા

નગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા સમયાતરે ચેકિંગ કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવે છે .બીજી તરફ સંકુલમાં મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં વેચાતી સામગ્રી લોકોના આરોગ્યના હાનિકારક હોવાની બુમરાડ પણ ઊઠે છે .સંકુલની દુકાનોમાં ધારાધોરણ મુજબ મીઠાઈની વસ્તુઓમાં જે તારીખ લખવી જોઈએ તેનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવા નું જણાવ્યું છે. ગાંધીધામ આદિપુરમાં અંદાજે 60થી વધુ નાની-મોટી દુકાનો મીઠાઈની આવી છે. અગાઉ સરકાર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે વાસી ખાદ્ય સામગ્રી નું વેચાણ અટકે તે માટે પગલાં ભરવામાં આવ્યા હતા

.જેતે મીઠાઈ ધારક દ્વારા વસ્તુઓની ગુણવત્તા ની સાથે સાથે ક્યારે બનાવી અને એક્સપાયરી ડેટ ક્યારની છે તે સહિતની વિગતો ની લખવાનીહોય છે પરંતુ આ નિયમનું પાલન શરૂઆતના સમયમાં થયા પછી હાલ હૈતી હે ચલતી હે નીતિ કેટલાક દુકાનદારો દ્વારા ચલાવવામાં આવી રહી છે. જેની સામે નગરપાલિકા દ્વારા પણ જાણી જોઇને આંખ આડા કાન કરી લોકોના આરોગ્ય સાથે થતા ચેડા અટકાવવા કે પ્રયત્ન કરવા જોઈએ તેમાં પાછી પાની કરી હોય એવુ ચિત્ર પણ લોકોમાં ઉપસી રહ્યું છે

માનવ અધિકાર પંચના પ્પારશાત મટે પાલિકાના મુખ્ય અધિકારી ને રજૂઆત કરી છે કે ગાંધીધામ, આદિપુર નગરપાલિકાની હદમાં આવતાં મીઠાઈની બનાવટમાં પોતાનાં નામથી પેકિંગ કરતાં વધુ જોવા મળે છે.પરંતુ, ધારાધોરણ મુજબ આવા પોતાની બ્રાન્ડ પેકિંગમાં ઉત્પાદન તારીખ, વસ્તુના અંદરના તત્વો નાશ થવાથી પૂર્ણ થયાની અવધિ, બેચ નંબર કે અન્ય વિગતો છૂપાવી ફક્ત કિંમત અને વજન દર્શાવેલી હોય છે.

આ બાબતે મીઠાઈ વેચતા દરેક દુકાનદારોને ફરજ પાડવામાં આવે સાથે કાઉન્ટર નીચે રાખેલ ખુલ્લી મીઠાઈ બનાવટમાં નામ અને કિંમત તો લખેલી હોય છે.પરંતુ, ઉત્પાદન બેચ્ નંબર,બનાવટની તારીખ કે પૂર્ણ થયાની અવધિ ન લખી આરોગ્યને નુકશાન કરતી વાસી,જૂની મીઠાઈઓ વેચી લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતાં કરવામાં આવી રહ્યા નો આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...