તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:આદિપુરમાં ઘર પાછળની બારી ખોલી, લોખંડની ગ્રીલ તોડીને 4.13 લાખની ચોરી

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કુલના ડાયરેક્ટર નૈનિતાલ ફરવા ગયા બાદ તસ્કરોએ બંધ ઘરમાં આપ્યો અંજામ
  • સોના ચાંદીના દાગીના સહિત 3 લાખ રોકડ ચોરાઈઃ જમાઈને ભેટ આપવા ભાઈ પાસેથી લીધા હતા રોકડા

આદિપુરના સાધુવાસવાણીમાં સ્કુલના ડાયરેક્ટરના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવીને ત્યાંથી રોકડ 3 લાખ સહિત સોના ચાંદીના દાગીના મળીને 4.13 લાખની મુદામાલની તસ્કરીને અંજામ આપ્યો હતો.આદિપુર પોલીસ મથકે શિલ્પાબેન આસવાનીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત સપ્તાહે તેમના અને તેમની મીત્રનો નૈનિતાલ ફરવા જવાનો પ્લાન હોવાથી તેવો નિકળ્યા હતા, તો બીજી સાસુ સસરાની તબીયત સારી ન હોવાથી તેમના પતિ તેમના ઘરે રહ્યા હતા.

દરમ્યાન ફરિયાદી નૈનિતાલમાં હતા ત્યારે તેમના પડોસી બહેને ફોન કરીને તેમના ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાનું કહ્યું હતું. જેથી ફરિયાદીએ પતિને આ અંગે જાણ કરતા ઘરમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદીએ તપાસ કરતા ત્રણ લાખ રુપીયા રોકડા જે જમાઈને ભેટ આપવા માટે ભાઈ પાસેથી તેમને લીધા હતા. તે સહિત બાલીની જોડ, ગળામાં પહેરવાની ચેઈન, ચાંડીનો ગ્લાસ, કટોરી, ચાંદીની ફ્રેમ સહિતના દાગીના મળીને કુલ 4.13 લાખના મુદામાલની તસ્કરી થઈ હોવાનું ખુલ્યું હતું. તસ્કરોએ બંધ ઘરમાં પાછળની બારીને ખોલીને લોખંડની ગ્રીલને તોડીને અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...