અસ્પૃશ્યતા દૂર કરવા અપીલ:મન, મંદિર અને કૂવા ખોલી સાચા અર્થમાં સમરસતા લાવો : જિજ્ઞેશ મેવાણીની હાકલ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેર ખાતે અનુ.જાતિના પરિવાર પર થયેલા હુમલાને પગલે વડગામના ધારાસભ્ય કચ્છમાં

ભચાઉના નેરમાં રામ મંદીરના દર્શન મુદ્દે અનુસુચિત જાતિના પરિવાર ઉપર 16 થી વધુ લોકોએ કરેલા ઘાતક હુમલાનો પડઘો ઉચ્ચ કક્ષાએ પડ્યો હતો જેના પ્રત્યાઘાતરૂપે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે કચ્છ આવ્યા હતા અને નેર ગામના ભોગ બનનાર પરિવારના સભ્યોની મુલાકાત લીધા બાદ પૂર્વ કચ્છ પોલીસવડા સાથે બેઠક યોજી તાત્કાલિક કડક પગલાં ભરવા માંગ કરી જણાવ્યું હતું કે આજના સમયે મન, મંદિર અને કૂવા ખોલી સાચા અર્થમાં સમરસતા આવે તે જરૂરી છે અને તો જ ગુજરાત સક્ષમ બનશે, ભચાઉ બાદ તેમણે રાપરના વરણેશ્વરના મંદિરના ગર્ભગૃહમાં અનુસુચિત જાતિના લોકોનો પ્રવેશ કરાવી તમામ સમાજના આગેવાનો સાથે મંદિરના પરિસરમાં બેઠક કરી હતી.

ભચાઉ પહોંચેલા મેવાણીએ પૂર્વ કચ્છ પોલીસવડા મયૂર પાટિલ સાથે કરેલી બેઠકમાં જણાવ્યું હતું કે , ભચાઉ અને રાપર વિસ્તારમાં અનુસુચિત જાતિના લોકોને જે જમીનો ફાળવવામાં આવી છે તેના ઉપર માથાભારે શખ્સોએ કરેલા દબાણ પોલીસ અને મહેસૂલ વિભાગ સાથે રહીને આ જમીનો ખાલી કરાવી લાભાર્થીઓને અપાવે તેમજ ભવિષ્યમાં અનુસુચિત જાતિના લોકો ઉપર આ પ્રકારના હુમલા ન થાય તે માટે આગોતરા પગલાં લેવાય તેવી તાકિદ પણ કરી હતી. તેમણે જણાવ્યુંહતું કે કચ્છ પ્રવાસેઆવી રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ તેમણે ટ્વીટ કરી મેસેજ આપ્યો છે કે, કચ્છ-ગુજરાતમાં આ યુગમાં પણ દેખાઇ રહેલા ભેદભાવ અને આભડછેટ દૂર કરી સાચા અર્થમાં સમરસતા આવે તેવા પ્રયાસસરકાર દ્વારા કરાય.

ડો.આંબેડકરજીના પાણી સત્યાગ્રહને યાદ કરાયો
વર્ષ-1927-28 માં પાણી મુદ્દે અસ્પૃશ્યતા નાબુદી માટે ડો.બાબાસાહેબ આંબેડકરે જે ઐતિહાસિક સત્યાગ્રહ કર્યો હતો એ પ્રકારના સત્યાગ્રહ તરફ એક ડગલું માંડ્યું છે અને મંદિરોમાં પ્રવેશ ન આપવાની જે માનસિકતા છે તેને નાબૂદ કરવાનું પ્રણ લીધું હોવાનું મેવાણીએ કહ્યું હતું.

વરણુમાં 88 એકર જમીન માપણી બાદ લાભાર્થીને અપાશે
મેવાણીએ વરણુ ખાતે બેઠક બાદ જણાવ્યુ઼ હતું કે, તેમને જાણવા મળેલી વિગતો મુજબ આ ગામની 88 એકર જમીન જે અનુસુચિત જાતિના લાભાર્થીઓને ફાળવાઇ છે પણ ખેતી કરી નથી શકતા તે જમીનની માપણી કરાવી લાભાર્થીઓને અપાવાશે તેવો નિશ્ચય પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...