જાહેરાત:ગાંધીધામ શહેરની 40થી વધુ હોટેલ રેસ્ટોરન્ટના માત્ર મિલકત વેરામાફ થશે

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુણાકારને ધ્યાનમાં રાખીને અગાઉ સરકારે જાહેરાત કરી હતી
  • પરિપત્ર બહાર પાડીને પાલિકાને અન્ય વેરા વસુલાત માટે સુચના અપાઇ

રાજ્ય સરકાર દ્વારા અગાઉ કોરોના ને ધ્યાનમાં રાખીને રેસ્ટોરન્ટ હોટલો અને એક વર્ષના વેરામાં માફીની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીધામ નગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવતા અંદાજે 40થી વધુ હોટલ રેસ્ટોરન્ટ ના પચાસ લાખથી વધુ રકમ નો વેરો માફ થાય તેવું ચિત્ર ઉપસી આવ્યું હતું. દરમિયાન તાજેતરમાં ફરીથી આવેલી સૂચનાના પગલે પાલિકાના અન્ય ટેક્ષ્ તો ઉઘરાવવાના છે જ માત્ર મિલકત વેરો માફ કરવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે જેના પગલે પાલિકાએ આગળની કવાયત હાથ ધરી હોવાની વિગત મળી રહી છે.

પાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા કોરોના માં નુકસાન થતા વ્યવસાય કારો , ઉદ્યોગ કારોને સહાય થ ઇ શકે ને તેના વ્યાપાર ધંધામાં આગળ વધી શકે તે માટે અનેક વિધ સહાયની જોગવાઇ કરવામાં આવી હતી .સરકારે ભરેલા એક પગલામાં જે તે વર્ષ ના સ્થાનિક સ્વરાજની સંસ્થાના વેરા માફ કરવા પણ જોગવાઈ કરાઈ હતી .

આ જાહેરાત પછી નગરપાલિકા દ્વારા અંદાજે બે મહિના પહેલા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે તે વિસ્તારમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટ અંગે તપાસ કર્યા પછી તેના કેટલા વેરાઆવે છે તેની વિગત મેળવવામાં આવી હતી જેમાં અંદાજ 50લાખનો જણાયો હતો .દરમિયાન તાજેતરમાં આવેલી સૂચનાના પગલે નગરપાલિકા દ્વારા જે તે વર્ષ વેરામાફીની જાહેરાત કરવામાં આવી છે. તેમાં માત્ર મિલકત વેરા લેવામાં નહિ આવે બાકીની રકમ પાલિકાએ ઉઘરાવવાની રહે છે તેમ જણાવ્યું છે.

કયા વેરા ની વસૂલાત થશે?
પાલિકા દ્વારા વિવિધ સુવિધાઓ માટે વેરા ની વસુલાત કરવામાં આવતી હોય છે. લોકો આને હોટલ, રેસ્ટોરન્ટ આપવામાં આવતા આવતી આ સુવિધા માં સફાઈ ,લાઈટ ,પાણી ,ગટર ના વેરાની વસુલાત આગામી દિવસોમાં કરવામાં આવશે. હાલ પણ વેરા વસુલાતની કામગીરી વધુ વેગવાન બનાવવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...