ભુજ:ગત વર્ષે મે માસમાં માત્ર એક, હાલ 70 કરદાતાઓએ ઓનલાઇન ટેક્સ ભર્યો

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પણ થયો પ્રયત્ન

નગરપાલિકાના ચોપડે અંદાજે 50 થી 55 હજાર મિલ્કત ધારકો નોંધાયેલા છે. દર વર્ષે એપ્રિલ માસમાં જ બીલ જનરેટ થયા પછી કરદાતાઓ બીલ ભરીને 10 ટકા રાહતનો લાભ લઇ રહ્યા છે. વર્તમાન સ્થિતિમાં લોકડાઉનના કારણે લોકો ટેક્સ ભરવા આવી શકે તેવી સ્થિતિ ન હોવાથી કેટલાય કરદાતાઓએ ઓનલાઇન ટેક્સ ભરીને 10 ટકા રાહતનો લાભ પણ લીધો છે. જૂન માસ સુધી ચાલનારા આ રાહતની ઝુંબેશમાં અત્યાર સુધી આંકડા જોવામાં આવે તો ગત વર્ષે મે માસમાં માત્ર એક જ કરતાદાએ ઓનલાઇન ટેક્ષ ભર્યો હતો જ્યારે હાલ પરીસ્થિતિ બદલાઇ છે અને 70થી વધુ કરદાતાઓએ અત્યાર સુધી ઓનલાઇન ટેક્ષ ભરવાનું વલણ દાખવ્યું છે. કરદાતાઓએ અંદાજે 20 લાખથી વધુ રકમ પાલિકાની તીજોરીમાં ભરી હોવાનો અંદાજ છે. 

20 લાખથી વધુ રકમ પાલિકાની તીજોરીમાં આવી પરંતુ તેમાં 10 ટકા રાહત અપાઇ
ગાંધીધામ નગરપાલિકાને કોરોનાના પગલે શહેરની જુદા જુદા વિસ્તારો, રસ્તાઓ, સરકારી કચેરીઓ વગેરેમાં સેનીટાઇઝેશન વગેરે કામગીરીના પગલે બોજો વધ્યો હતો. ડીઝલનો વપરાશ પણ વધી રહ્યો છે તેમાં સરકાર દ્વારા અંદાજે 25 લાખ રૂપિયા આપ્યા હતા તેમાંથી ચલાવવામાં આવ્યું હતું. ત્યારપછી થયેલા અન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે પાલિકાએ સ્વભંડોળની તિજોરીમાંથી રકમ વાપરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. સુત્રોના દાવા મુજબ સામાન્ય રીતે નાણાંકીય વર્ષ એપ્રિલ માસથી શરૂ થાય છે ત્યારથી જે કરદાતાઓ ટેક્સ ભરી જાય તેને 10 ટકા રાહત આપવાની યોજના બનાવવામાં આવી છે. આ વખતે કોરોના ઇફેક્ટના કારણે જોઇએ તેવી તૈયારી થઇ શકી ન હતી. સબંધીત કેટલાક કરદાતાઓ દ્વારા દર વર્ષના પોતાના અભિગમ મુજબ 10 ટકા રાહત લેવા માટે ટેક્સ ભરવા માટે તૈયાર થઇ ગયા હતા. મોટા ભાગના કરદાતાઓએ પાલિકા કચેરીએ જઇને ટેક્સ વિભાગમાં પૈસા ભરવા માટે કતાર લગાવવાના બદલે સામાજીક અંતર જળવાય તે અને પોતાની સલામતી માટે ઓનલાઇન ટેક્સ ભરવાની પધ્ધતિ અજમાવી હોવાનું બહાર આવ્યું છે. 

6 મહિનાનો વેરો માફ કરવા ધા નખાઇ
અસંગઠીત મજદુર કોંગ્રેસ કચ્છ ભુજ જીલ્લાના દશરથસિંહ ખેંગારોતએ માંગણી કરી છે કે કોરોનાની મહામારીને લઇને મધ્યમવર્ગીય પરિવારની હાલત ખરાબ થઇ છે. કેટલાકને પગાર પણ નથી મળ્યા. રોજગાર ધંધા બંધ છે. નગરપાલિકા 6 મહિનાનો ટેક્સ માફ કરે.

અન્ય સમાચારો પણ છે...