તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઇફેક્ટ:દુર્ગાવાડીમાં પરંપરા અનુસાર માત્ર 5 દિવસ પૂજનઃ રેલવે કે ઈફ્કો ક્યાંય રાવણ દહન નહીં

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પચરંગી શહેર તહેવારોમાં ખીલે છે, જેના પર મહામારીનું ગ્રહણ

ગાંધીધામની દુર્ગા વાડી ખાતે દર ધામધૂમ પૂર્વક ઉજવાતી દુર્ગાપૂજા અને રેલવે કોલોનીએ રામલીલા, રાવણ દહન પણ આ વર્ષે યોજાશે નહિ તેમ સુત્રોએ જણાવ્યું હતું. બંગાળી એસોસીએશનના પ્રમુખ અશોક ભાઈ રક્ષીતએ જણાવ્યું હતું કે ગાંધીધામમાં યોજાતી દુર્ગાપુજાના સાર્વજનિક આયોજન ને આ વર્ષે મહામારીના કારણે બંધ રાખવાની ફરજ પડી છે. પરંપરાને અનુસરતા માં દુર્ગાની નાની મુર્તીનું સ્થાપન કરીને ચાર દિવસ પૂજન અર્ચન કરાશે. પરંતુ દર વર્ષેની જેમ જાહેર જનતાને દર્શન નો લાભ નહિ મળી શકે, જે માટે તેમણે દીલગીરી વ્યક્ત કરતા શહેરની જનતાએ ખુબ પ્રેમ આપ્યો હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ગાંધીધામમાં સૌથી પહેલા રાવણ દહનની જ્યાંથી શરૂઆત થઈ રેલવે કોલોની ખાતે રાવણ દહનનો કાર્યક્રમ પણ બંધ રાખવામાં આવશે તેમ રેલવેના અને ઈફ્કો કોલોનીમાં સર્જાતી ભીડભાડ કંટ્રોલ ન થઈ શકતી હોવાથી ગત વર્ષેથીજ રાવણ દહનનું આયોજન બંધ કરવામાં આવ્યું હોવાનું ઈફ્કોના સુત્રોએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો