તનાવ દૂર કરવા પ્રયાસ:કોરોનાના વિકટ કાળમાં ઓનલાઇન ગેમઝોન રમાયો

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્ઞાન સાથે ગમ્મતનો મોટી સંખ્યામાં લોકોએ લહાવો લીધો
  • હિન્દી, ગુજરાતી, સિધી ગીતોનો આનંદ માણ્યો

કોરોના ની મહામારી વચ્ચે જ્યારે લોકો આર્થિક, સામાજીક અને માનસિક તેમજ શારીરિક મુશ્કેલીઓ થી ટેન્શનમય દિવસો પસાર કરી રહ્યાં છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિ માં જાયન્ટસ મેમ્બર્સ ના મનોરંજન માટે ગાંધીધામ આદિપુર વિસ્તારના ગેમ મેકર લય અંતાણી દ્વારા પ્રસ્તુત હાઉસી ગેમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

અંજાર સાહેલી સાઈન ગ્રૂપ ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને ઈફકો સાહેલી ગ્રૂપ ના સ્પોન્સર ડૉ સુનીતા દેવનાનીએ આ બન્ને ગ્રૂપો ના સંયુક્ત ઉપક્રમે આ હાઉસી ગેમ સ્પોન્સર કરી હતી. જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન ના બ્રાંચ 3 બી ના વાઈસ પ્રેસિડેન્ટ શાંતિ ભાઈ પટેલ કો ઓર્ડિનેટર તરીકે ની જવાબદારી નિભાવી હતી. ફેડરેશન પ્રેસિડેન્ટ વિણાબેન પટેલ આ હાઉસી ગેમ ના ચીફ ગેસ્ટ તેમજ સ્પેશ્યલ કમીટી મેમ્બર ચંદ્રકાંત મોતા, ફેડરેશન આઇ.પી.પી નિશદભાઈ મહેતા, યુનિટ ડાયરેક્ટર મીના બેન વાઘમશી વગેરે ગેસ્ટ ઓફ ઓનર તરીકે આ હાઉસી ગેમમાં ઉપસ્થિત રહ્યા હતા.

દિપાલીબેન સોની અને ઈફકો સાહેલી ગ્રૂપ ના આઈપીપી વિલ્પા શાહ એ આ ઓનલાઈન ગેમ માં ઉપસ્થિત સર્વે મહાનુભાવો તેમજ પારટિસિપેંટસનું સ્વાગત કર્યું હતું. લય ભાઈ અંતાણી એ હાઉસી ગેમ ની શરૂઆત કરતા પહેલા સર્વે જાયન્ટસ મેમ્બર્સ ને વર્તમાન પરિસ્થિતિ ના બધા દુખ ભુલીને આ જ્ઞાન સાથે ગમ્મત થી ભરપૂર ગેમ મન ભરીને માણવાની અપીલ કરી હતી. હિન્દી, ગુજરાતી તેમજ સિંધી ગીતો સાથે પોતાની આગવી પ્રસ્તુતિ થી સતત બે કલાક સુધી બધા ને ઝકડી રાખ્યા હતા. હિના વ્યાસ અને ભારતી માખીજાનીએ આભાર માન્યો હતો.

વિજેતાની નામાવલી
જુદી જુદી કેટેગરીમાં વિજેતા થયેલા કૃપા દિપક સોની - યંગ સ્ટાર માંડવી, ડિમ્પલ મકવાણા - અંજાર સાહેલી, રિશિતા ખેમાણી- અંજાર સાહેલી, અસ્મિતા બલદાનીયા- સાહેલી, શેહુલ ઠકકર - DA અંજાર મેઈન, ચક્ષિતા કષ્ટા - માંડવી સાહેલી, શ્વેતા સુથાર - અંજાર સાહેલી, શીતલ દરજી - અંજાર સાહેલી, પ્રિયા ચૌધરી - ઇફકો સાહેલી, શાંતિલાલ પટેલનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...