સતામણી:મહિલા કર્મીની સતામણી મુદ્દે એક કર્મી સસ્પેન્ડ ?

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીપીટીના વાડીનાર યુનિટમાં મહિલાએ બીજી વખત એફઆઇઆર કરાવી

દીન દયાળ પોર્ટના વાડીનાર ખાતે એકાદ મહિના પહેલા ઓફ શોર ઓઇલ ટર્મિનલમાં મહિલા કર્મચારીની જાતિય સતામણી અને માનસીક ત્રાસની ઘટના બની હતી. જેમાં મહિલાએ સંબંધિત કર્મચારી સામે પ્રથમ એફઆઇઆર પણ નોંધાવી હતી. ત્યાર બાદ પુન: કર્મચારીએ ધમકી આપતાં ફરી એક વખત એફઆઇઆર નોંધાવી હતી. દરમિયાન પ્રશાસન દ્વારા ઝડપી પગલા ભરવા જોઇએ તેનો અભાવ જોવા મળે છે. ત્યાર બાદ કર્મચારીને તાજેતરમાં સસ્પેન્ડ કરવામાં આવ્યાના અહેવાલ મળી રહ્યા છે.

પોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ કર્મચારીએ હાજરી રજીસ્ટ્રરમાં ઓઓટી મહિલા કર્મચારીની વાંધાજનક ટીપ્પણી આડ કતરી રીતે મુકી હતી. આ બાબતનો રિપોર્ટ પણ કરવામાં આવ્યા છતાં પોર્ટ પ્રશાસન દ્વારા અનુસાશન હિન મુદ્દે જરૂરી પગલા ભર્યા ન હોવાની ફરિયાદ ઉઠી હતી. આ કર્મચારીના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા જે તે સમયે અધિકારીએ મૌખીક સૂચના આપી હતી. સેવા નિયમોનું ઉલ્લંઘન કરનારી આ ઘટનામાં કુશળ-અકુશળ અસંગઠીત કામદાર સંગઠન ઇસ્ટ – વેસ્ટના જનરલ સેક્રેટરી વેલજીભાઇ જાટે જણાવ્યું હતું કે, મહિલા કર્મચારીની સતામણી સંબંધિત મામલો હોઇ ડીપીટીની મહિલાઓનીજાતિય સતામણી નિવારણ સમિતિએ તા.16-11ના ડેપ્યુટી ચેરમેનની મંજુરી સાથે વાડીનારની મુલાકાત લીધી હતી. ડીપીટીના કાયદા અધિકારી પણ સમિતિના સભ્ય હોઇ આ ટીમમાં જોડાયા હતા પરંતુ કાર્યવાહી કરે તે પહેલા ડીપીટીના ઉચ્ચ અધિકારીએ તેમને પાછા બોલાવી લીધા હતા. તપાસમાં ખલેલ પહોંચાડવા સહિતનો મુદ્દો ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...