તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાપર તાલુકાની આડેસર ચેકપોસ્ટ પાસે સ્થાનિક પોલીસે હરિયાણાથી બંધ બોડીના ટેમ્પોમાં વોંધ જઇ રહેલા રૂ.47.81 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ટેમ્પો ચાલકને પકડી લીધો હતો. પોલીસે 67.97 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
આ બાબતે આડેસર પોલીસ મથકના પીએસઆઇ વાય.કે.ગોહિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત સાંજથી ટીમ આડેસર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, બંધ બોડીનો ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરાઇને સાંતલપુર ચેકપોસ્ટ થી નીકળી આડેસર ચેકપોસ્ટ પાસેથી પસાર થવાનો છે.
આ બાતમીના આધારે ચેકિંગ સઘન કરાયું હતું. બાતમી મુજબનો ટેમ્પો આવતાં તેને રોકી ચાલક જમ્મુનો રહેવાસી જોગીન્દરસિંગ પુરીસિંગ રાજપુતને નીચે ઉતારી ટેમ્પોમાં શું ભર્યું છે પુછતાં તેણે અંદર વિદેશી શરાબ ભર્યો હોવાનું જણાવતાં ટેમ્પોનું સીલ તોડી તપાસ કરતાં તેમાંથી રૂ.45,46,320 ની કિંમતના ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની 13,320 બોટલ તેમજ રૂ.2,35,200 ની કિંમતના બિયરના 2,352 ટીન મળી કુલ રૂ.47,81,520 ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવતાં રૂ.20,00,000 ની કીંમતનો ટેમ્પો, રૂ.1,000 ની કીંમતનું વાહનમાં લાગેલું વાઇ-ફાઇ ડિવાઇઝ, રૂ.5,500 ની કિંમતના બે મોબાઇલ ફોન અને રૂ.9,000 રોકડા મળી કુલ રૂ.67,97,000 નો મુદ્દામાલ કબજે કરી ચાલક જોગીન્દરસિંગની અટક કરી હરિયાણાથી જથ્થો ભરાવી આપનાર બબા નામનો ઇસમ, આ દારૂ કઇ રીતે અને ક્યાં પહોંચાડવાનો તેનો રૂટ આપનાર મદન અને આ દારૂ મગાવનાર એમ ચાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દારૂ વોંધ પાસે ચામુંડા કાઠીયાવાડી હોટલ જઇ રહ્યો હતો
પીએસઆઇ ગોહિલે જણાવ્યુ઼ હતું કે પકડાયેલા ટેમ્પો ચાલક જોગીન્દરસીંગની પ્રાથમિક પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે હરિયાણાથી બબા નાામના ઇસમે દારૂ ભરાવ્યો મદને રૂટ આપી આ દારૂ ભચાઉ ના વોંધ પાસે આવેલી ચામુંડા કાઠીયાવાડી હોટલ ખાતે પહોંચાડવાનો હોવાનું તેણે જણાવ્યું હતું.
માર્ચમાં પણ આ જ જગ્યાએ ખેપ મારી હોવાની કબૂલાત
પકડાયેલા ટેમ્પો ચાલક જોગીન્દરસીંગે પુછપરછમાં જણાવ્યું હતું કે, અગાઉ માર્ચ મહિનામાં પણ આ જ ચામુંડા કાઠીયાવાડી હોટલે દારૂની ખેપ મારી હતી જેમાં તે હોટલ પાસે પહોંચ્યા બાદ બાઇક લઇને આવેલા અજાણ્યા ઇસમોએ તેને બાઇક માં બેસાડી લોધેશ્વર હોટલ મુક્યો હતો અને દારૂ ઉતારી લીધા બાદ ટેમ્પો લોધેશ્વર આપી ગયા હતા.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.