દારૂ જપ્ત:ગુરૂકુળના ઘરમાં 37 હજારના દારૂ-બિયર સાથે એક પકડાયો

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલ્વે ટ્રેક પાસેથી 6 હજારના દારૂ સાથે 1 જબ્બે

ગાંધીધામના ગુરૂકુળ વિસ્તારમાં મકાનમાં દરોડો પાડી સ્થાનિક પોલીસે રૂ.37 હજારના દારૂ-બિયરના જથ્થા સાથે એકને પકડ્યો હતો, તો રીશી શીપિંગના રોડ પર રેલ્વે ટ્રેક પાસેથીરૂ.6 હજારની કિંમતના વિદેશી દારૂ સાથે એક આરોપીને પકડી લીધો હતો.

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ભારતનગરમાં રહેતો અમિત રામજીભાઇ પ્રજાપતિ ગુરૂકુળ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 7/બીમાં માતૃકૃપા નામના ઘરમાં વિદેશી દારૂ રાખી વેંચાણ કરે છે. આ બાતમીના આધારે આજે સાંજે સાડા ચાર વાગ્યે ત્યાં દરોડો પાડી રૂ.36,333 ની કિંમતના વિદેશી શરાબની 30 બોટલો તેમજ રૂ.1,500 ની કિંમતના બિયરના 15 ટીન મળી કુલ રૂ.37,833 નો દારૂ-બિયરનો જથ્થો મળી આવતાં અમિત રામજીભાઇ પ્રજાપતિની અટક કરી ગુનો નોંધ્યો હતો.

તો,ગત બપોરે 3 વાગ્યે પેટ્રોલીંગ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, ગળપાદર પાસે કૈલાશનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો ભવાન નાનજીભાઇ કોલી રીશી શિપિંગ રોડ પર આવેલા રામદેવપીર મંદિર સામેના રેલ્વે ટ્રેક પાસે વિદેશી દારુ લઇને ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે રૂ.6,000 ની કિંમતના અંગ્રેજી શરાબની 4 બોટલ સાથે ભવાનને પકડી લઇ ગુનો નોંધ્યો હતો. કામગીરીમાં એ-ડિવિ.ના ગોપાલભાઇ મહેશ્વરી, હિરેન ચાવડા, સંજયદાન ગઢવી, જગદિશભાઇ, રાજાભાઇ, યોગેશભાઇ વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...