તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેમ ભરવાનું આયોજન:ટપ્પર ડેમમાં એક માસમાં નર્મદાનું એક હજાર એમસીએફટી પાણી ઠલવાશે

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉના પમ્પિંગ સ્ટેશનમાં 3 પમ્પ ચાલુ કરાયા

કચ્છમાં વરસાદ ખેંચાઇ જતાં મોટા ભાગના જળાશયો ખાલી છે તેવામાં પીવાના પાણીની ખપતને પહોંચી વળવા ટપ્પર ડેમમાં ચાલુ મહિનાના આરંભથી નર્મદાનું પાણી ઠલવાઇ રહ્યું છે. એક માસમાં એક હજાર મીલિયન ક્યૂબિક ફીટ પાણી આ ડેમમાં ભરવાનું આયોજન તંત્ર દ્વારા કરાયું છે.

પૂર્વ કચ્છને પીવાનું પાણી પૂરૂં પાડતા ટપ્પર ડેમની જળ સંગ્રહ ક્ષમતા 1725 મીલિયન ક્યૂબિક ફીટની છે. ડેમની સપાટી 540 એમસીએફટી જેટલી હોતાં આગામી સમયમાં પેયજળનો પ્રશ્ન પેદા ન થાય તે હેતુથી નર્મદાના પાણીથી ભરવાનું આયોજન કરાયું હતું જેના ભાગ રૂપે પહેલી સપ્ટેમ્બથી દૈનિક 40થી 50 મીલિયન ક્યૂબિક ફીટ પાણી આ ડેમમાં ઠલવાય છે. આ અંગે વધુ વિગતો આપતાં નર્મદા નિગમના નિવૃત્ત અધિક મદદનીશ ઇજનેર છગન પરડવા (આહિર)એ જણાવ્યું હતું કે, ચાલુ મહિનો પૂરો થતાં ડેમમાં એક હજાર એમસીએફટી જેટલું નર્મદાનું પાણી ઠલવાશે જેને લઇને એકાદ વર્ષ સુધી લભાન્વિત ગામોમાં પાણીની સમસ્યા નહીં સર્જાય. હાલે ડેમમાંથી દૈનિક 2થી 3 એમએલડી જેટલો પાણીનો વપરાશ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...