તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વધુ એક માદક પદાર્થનો ધંધાર્થી પીટ હેઠળ ધકેલાયો

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 દિવસમાં બીજી વાર પીટનું શસ્ત્ર ઉગામ્યું
 • પૂર્વ કચ્છ એસઓજી દ્વારા કાર્યવાહી

ગાંધીધામના ખોડિયારનગરમાં રહેતા માદક પદાર્થના ધંધાર્થીને પૂર્વ કચ્છ એસઓજીએ પીટ હેઠળ રાજકોટ જેલ ધકેલી દીધો છે. 15 દિવસમાં જ માદક પદાર્થના બીજા આરોપીને પીટ હેઠળ ફીટ કરાતાં ફફડાટ મચી જવા પામ્યો છે. માદક પદાર્થના સેવનની બદી બંધ કરવા હેતુસસ બોર્ડર રેન્જ આઇજીપી જે.આર.મોથાલિયા અને પોલીસવડા મયુર પાટીલની એનડીપીએસ તળે અવાર નવાર સંડોવાયેલા આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની સુચના મુજબ પૂર્વ કચ્છ એસઓજી પીઆઇ વી.પી.જાડેજા અને પીએસઆઇ બી.જે.જોષીએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકેની હદમાં તથા પશ્ચિમ કચ્છના માંડવી પોલીસ મથકમાં એમ કુલ બે ગુનામાં આરોપી ગાંધીધામના ખોડિયારનગર ઝૂંપડા, સથવારા સમાજવાડી સામે રહેતા જુમા ઇબ્રાહિમ રાઉમાને પીટ એનડીપીએસ એક્ટ 1988 મુજબ દરખાસ્ત તૈયાર કરી સીઆઇડી ક્રાઇમ નાર્કોટિક્સ મહાનિર્દેશક અને રેલ્વેઝને મોકલી હતી. આ દરખાસ્ત મંજુર થતાં આરોપી જુમા ઇબ્રાહિમ રાઉમાને રાઉન્ડઅપ કરી પીટ હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો