તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ગોપાલપુરી નહીં, કંડલામાં જ કોવિડ હોસ્પિટલ બનાવવા વધુ એક માગણી

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દીનદયાલ પોર્ટ ઓફિસર્સ એસોસિએશન દ્વારા રાજ્ય મંત્રી વાસણભાઇ આહીરને કોવિડ હોસ્પિટલ કંડલા ખાતે બનાવવા ડી.પી.ટી. ના અધિકારીઓ, કર્મચારીઓ અને નિવૃત પેંશનરોએ રજૂઆત કરી હતી. એસોસિએશનના મહામંત્રી રવિ મહેશ્વરીની રજૂઆત અનુસાર ગાંધીધામ, આદિપુર, અંજાર, ગળપાદર, કિડાણા તેમજ અન્ય વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા પોર્ટના આશરે 15000 કર્મચારીઓ, અધિકારીઓ, વૃદ્ધ નિવૃત કર્મી અને તેમના પરિવારજનો કોરોના સિવાયની અન્ય બીમારીઓની સારવાર માટે પોર્ટની ગોપાલપુરી ખાતેની એકમાત્ર હોસ્પિટલ પર નિર્ભર છે.

મોટા ભાગના વૃદ્ધ નિવૃત પેંશનરો ડાયાબિટીસ, બી.પી. તેમજ અન્ય બીમારીથી પીડાય છે, ત્યારે જો ગોપાલપુરીની હોસ્પિટલને કોરોના હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવશે તો આ તમામ લોકો માટે ગોપાલપુરી ખાતે ઓ.પી.ડી. બંધ થઇ જશે અને પરિણામ સ્વરૂપ આ લોકોના આરોગ્યના હિતોને અવળી અસર પડશે. કોવિડ હોસ્પિટલ ગોપાલપુરીને બદલે કંડલા ખાતે આવેલી પોર્ટની હોસ્પિટલ બિલ્ડીંગમાં શરુ કરવી જોઈએ જ્યાં 50 પથારીની વ્યવસ્થા છેજ, તેમ જણાવાયું હતું. રજુઆત સમયે યોગેશ કુમાર સિંહ, ઓમપ્રકાશ દાદલાણી, સંજય મેહતા, મનોહર દાના, વેદરૂચી આચાર્ય, રીના રોશીયા સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...