વેક્સિનેશન:એક લાખનું રસીકરણ, 66 હજારથી વધુએ ઓછામાં ઓછો એક ડોઝ લીધો

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તાલુકામાં 45થી ઉપરનાનું વેક્સિનેશન ટાર્ગેટ અનુસાર પૂર્ણતાના આરે
  • કુલ વસ્તીના 18% વેક્સીનેટેડ, 18થી વધુ આયુના 31% યુવાનું રસીકરણ અત્યાર સુધી થયું

કચ્છ અને રાજ્ય સ્તરે પણ વેક્સિનેશનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં ગાંધીધામ તાલુકાની કામગીરી નોંધપાત્ર રહેવા પામી રહી છે. અત્યાર સુધીમાં ગાંધીધામ તાલુકામાં 45થી વધુની આયુનાનું વેક્સિનેશન અપાયેલા ટાર્ગેટ અનુસાર પુર્ણ થઈ ગયું છે. તો અત્યારે ગાંધીધામ અને તાલુકામાં વેક્સિનેશનની પ્રક્રિયા કેટલે પહોંચી તેનું વિહંગાલોકન લઈએ તો એવા 66 હજારથી વધુ લોકો છે, જેમણે ઓછામાં ઓછો એક ડોઝ વેક્સિન તો લીધીજ છે. કુલ 1 લાખથી વધુ રસી અત્યાર સુધી ગાંધીધામ તાલુકામાં અપાઈ ચુકી હોવાનું આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાએ જણાવ્યું હતું.

તાલુકામાં 18થી વધુનાનું લક્ષ્યાંક અનુસાર 31% વેક્સિનેશન અત્યાર સુધી થઈ ચુક્યુ છે, તો કુલ વસ્તીના 18% લોકોનું વેક્સિનેશન થઈ ચુક્યુ છે. 18થી વધુની આયુનાની જનસંખ્યાને કુલ વસ્તીના 59% લેખે ગણાય છે. જે અનુસાર ગાંધીધામ તાલુકામાં 3,57,000 લોકો તે વર્ગમાં છે. તો 45થી વધુ આયુના ગાંધીધામના શહેરી વિસ્તારમાં 27,791 અને ગ્રામીણ વિસ્તારમાં 11,504, આમ કુલ 39295 જેટલાનું લક્ષ્યાંક હતું. જે સામે અત્યાર સુધી 39500થી વધુ વેક્સિન અપાઈ છે.

જાગૃત શહેરીજનોએ જ્યાંથી મેળ પડ્યો ત્યાં જઈને રસી લીધી
શહેરના નાગરિકોમાં શરૂઆતથીજ વેક્સિન અંગે જાગૃતતા જોવા મળી હતી, તો સામાજિક સંસ્થાઓ, આરોગ્ય વિભાગની સક્રિયતા પણ તેમા ભળતા વેક્સિનેશનનું કાર્ય પુરજોશમાં ચાલ્યું હતું. તેમાં કોઇ બાધા હતી, તો વેક્સિનની આપુર્તી. શહેરના જાગૃત નાગરિકોએ વેક્સિન મેળવવા તમામ પ્રયાસો આદર્યા અને જ્યાં મેળ પડ્યો કે બુકિંગ મળ્યું ત્યાં જઈને વેક્સિન મેળવી હતી. આ વર્ગનો આંકડો પણ મોટો છે, જેની ગણના તાલુકા સ્તરે થઈ નથી રહી. જેથી ખરેખર તો કુલ વેક્સિન થયેલાઓનો આંકડો ચોપડે કરતા વધુ હોવાનો પણ એક અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...