અકસ્માત:લાકડિયા પાસે ટ્રક અથડાતાં છકડામાં સવાર એકનું મોત નિપજ્યું, 1 ગંભીર

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકનો પરીવાર આજે લાકડીયા પહોંચ્યા બાદ ઓળખ થઇ શકશે
  • ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ રીફર કરાતાં મોડે સુધી મૃતકનું નામ જાણી નથી શકાયું

ભચાઉ તાલુકાના લાકડિયા નજીક ધસમસતી જતી ટ્રક આગળ જતા છકડામાં અથડાતાં છકડામાં સવાર ધોરાજીના યુવાનને ગંભીર ઇજા પહો઼ચી હતી તો તેની સાથેની વ્યક્તિનું મોત નિપજ્યુ઼ હતું. આ ઘટનામાં ગંભીર ઘાયલ યુવાનને રાજકોટ રીફરી કરી દેવાતાં મૃતકનું નામ જાણી શકાયું ન હતું.

આ ઘટનાની મળતી પ્રાથમિક વિગતો મુજબ, રાજકોટના ધોરાજી રહેતા 25 વર્ષીય અજયભાઇ કરમશીભાઇ ખુશ્બુ છકડો લઇ સામખિયાળીથી દેવગઢ તરફ જઇ રહ્યા હતા. તેઓ લાકડિયા નજીક ન્યૂટેક કંપની પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ આવતી ટ્રકના ચાલકે તેમના છકડામાં અથડાવી દેતાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છકડામાં અજય સાથે રહેલા વ્યક્તિનું અતિ ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે 25 વર્ષીય અજયને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થાનિકે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરી દેવાયો હતો.

આ અકસ્માતની મોડે સુધી માત્ર જાણવા જોગ નોંધાઇ હતી જેમાં ઇજાગ્રસ્તને રાજકોટ મોકલી દેવાતાં મૃતકની ઓળખ થઇ શકી ન હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ કાલે મૃતકના સગાવહાલા આવશે ત્યારબાદ ઓળખ થશે. હાલ આ સમાચારથી મૃતક અને ઇજાગ્રસ્તના પરિવારમાં માતમ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...