તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામાન્ય દિવસોમાં ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરવાના ગુનામાં વાહન ચાલકો અને લોકો દંડ ભરતા આવ્યા છે પરંતુ માર્ચમાં કોવિડ-19 વાયરસના પગલે જાહેર કરવામાં આવેલા દેશ વ્યાપી લોકડાઉનમાં સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ જેમાં લોકડાઉન સમયે ઘરની બહાર નીકળેલા, માસ્ક વગર નિકળેલા તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા લોકો વિરૂધ્ધ દંડાત્મક કામગીરી કરવામાં આવી હતી જેમાં પૂર્વ કચ્છમાં 23 માર્ચથી શરૂ થયેલા લોકડાઉનમાં અત્યાર સુધીના 10 માસમાં પોલીસે જાહેરનામાનો ભંગ કરનારા 46,493 લોકો પાસેથી રૂ.1,41,57,900 ની વસૂલાત કરી છે.
આંકડાકિય વાત કરીએ તો 23 માર્ચે જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી 30 નવેમ્બર સુધી જાહેરનામાનો ભંગ કરનાર લોકો પાસેથી રૂ.1,38,79,900 જેટલા દંડની રકમ વસૂલી હતી અને શરૂ થયેલા ડિસેમ્બર મહિનાના પાંચ જ દિવસમાં રૂ.2,78,000 નો દંડ વસૂલી ચુકાયો છે. આ દંડમાં માસ્ક ન પહેરનારા 46,484 લોકો પાસેથી દંડ વસૂલાયો છે. પોલીસે આ 10 મહિના દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 121 લોકો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આઇપીસી કલમ 188 તથા જીપી એક્ટની કલમ 135, આઇપીસીની કલમ 269,270 અને 271 તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ કુલ 6,748 લોકો વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. તો લોકડાઉનના અત્યાર સુધીના સમયગાળામાં પોલીસે નિયમ ભંગ કરનાર 9,632 લોકોની અટક પણ કરી હતી.
આ મહિનામાં માસ્ક ન પહેરનારા લોકોએ 2.78 લાખનો દંડ ચૂકવ્યો
તારીખ દંડિત લોકો દંડની રકમ
તા.1/12/20 67 રૂ.67,000
તા.2/12/20 70 રૂ.70,000
તા.3/12/20 68 રૂ.68,000
તા.4/12/20 64 રૂ.64,000
તા.5/12/20 09 રૂ.09,000
લોકડાઉન દરમિયાન 14,715 વાહનો ડિટેઇન કરાયા
23 માર્ચથી કોવિડ-19 વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા શરૂ થયેલા લોકડાઉનથી અત્યાર સુધીના 10 મહિનામાં પોલીસે 14,715 વાહનો ડિટેઇન કર્યા છે અને તેના સામે એમવી એક્ટ 1988 ની કલમ હેઠળ રૂ.1,51,05,480 ના સમાધાન શુલ્કની વસૂલાત કરી છે. ડિસેમ્બરના પાંચ દિવસ દરમિયાન પણ 92 વાહનો ડિટેઇન કરાયા છે.
માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો અને સેનેટાઇઝર ઉપયોગ કરો -પોલીસ કોરોના વાયરસનો કહેર શરૂ થયો ત્યારથી અત્યાર સુધી આ મહામારીનું સંક્રમણ ફેલાય નહીં તે માટે સરકારે જે માસ્ક પહેરવાનું, સામાજિક અંતર જાળવવા તેમજ સેનેટાઇઝ કરવાની જે ગાઇડલાઇન આપી છે તે લોકોના સ્વાસ્થ્યને નુકશાન થતું બચાવવા પાડવામાં આવી છે ત્યારે બોર્ડર રેન્જ આઇજીપી જે.આર.મોથાલિયા અને પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલે પણ અવાર નવાર લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની અપીલ સમયાંતરે કરી છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.