તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પડાણાની કિંમતી જમીનના મૂળ માલિકના ભળતા નામધારી વ્યક્તિને ઉભો કરી ખોટા દસ્તાવેજ અને સાક્ષીઓ ઉભા કરી પચાવી પાડવાના કાવતરામાં બી-ડિવિઝન પોલીસ મથકે મુળ માલીકે 4 નવેમ્બરે નોંધાવેલી ફરિયાદ બાદ એલસીબીએ આ કૌભાંડના એક આરોપીની અટક કરી લેતાં આ જમીન કૌભાંડમાં અનેકના પગ નીચે રેલો આવે તેવી સંભાવના દેખાઇ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મુળ મુંબઇના હાલે ગાંધીનગર રહેતા 75 વર્ષીય નિવૃત ધંધાર્થી અમૃતલાલ ભાણજીભાઇ શાહે ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ-1989 માં તેમણે ગાંધીધામ નજીક પડાણા ગામની સર્વે નંબર 163 વાળી 11 એકર 18 ગૂંઠા જમીન ઉદ્યોગ તથા વાણિજ્ય હેતુ જમીન બિન ખેતીમાં ફેરવાયેલ પ્લોટ પૈકી વાણિજ્ય હેતુના પ્લોટો પૈકી પ્લોટ નંબર 1 થી 3 ખરીદ્યા હતા. આ જમીન તેમના જેવા જ ભળતાનામ ધરાવતા અમૃતલાલ ભાણજી શાહે પોતાના આધારકાર્ડ તથા પાનકાર્ડ રજુ કરી સબ રજિસ્ટ્રાર કચેરી ગાંધીધામ ખાતે આ પડાણાની જમીન પોતાની માલીકીની બતાવી તેમના સાગરિત સન્મુખ અપ્પના રાવને આખી જમીન રૂ.1,36,71,000 માં વેંચાણ દસ્તાવેજ થી અઘાટ વેંચાણ કરી દીધી હતી.
આ કાવતરામાં સન્મુખ અપ્પના રાવે ગાંધીધામ સ્થિત મહેસાણા અર્બન કો.ઓપ. બેંકમાં ખોટા દસ્તાવેજો ખરા તરીકે બતાવી લોન લેવાનો પ્રયાસ કર્યો હતો. સન્મુખ રાવે અન્ય આરોપીઓ મુંબઇના ભાવેશ દિનેશ રાઠોડ અને વિરેન્દ્ર સુરેશ પટેલે ખોટી રીતે વેંચાણ કરનારની ઓળખ આપી કાવતરૂં રચ્યું હોવાની ફરિયાદ તેમણે તા.4 નવેમ્બર 2020 ના નોંધાવી હતી. જેની તપાસ પૂર્વ કચ્છ એલસીબીને સોંપાઇ હતી. જેમાં ચાર આરોપીઓ પૈકી બાગેશ્રી ટાઉનશીપમાં રહેતા સન્મુખ અપ્પન રાવને એલસીબીએ રાઉન્ડ અપ કરી કોવિડ-19 ટેસ્ટ માટેની કાર્યવાહી કરી હતી. સન્મુખ અપ્પન રાવને રાઉન્ડ અપ કરાતાં સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે આ કોભાંડમાં અનેક મોટા માથાઓના પગ નીચે રેલો આવશે.આ બાબતે એલસીબી પીઆઇ સુમિત દેસાઇને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, આ કેસમાં તટસ્થ અને કડક તપાસ કરવામાં આવશે અને આ કેસમાં જે કોઇની સંડોવણી ખુલશે તેમના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.આરોપીની અટક બાદ આ પ્રકરણમાં નવા ફણગા ફૂટે તેવી સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
સંકુલમાં ભૂમાફિયાને નાથવા પડશે
રાજ્યમાં હાલ જમીન બાબતે લેન્ડ ગ્રેબીંગ એક્ટની જાહેરાત કરવામાં આવી છે જેમાં થયેલી જોગવાઇ બાદ ગાંધીધામ-આદિપુર સંકુલ તથા આસપાસના વિસ્તારોમાં ભૂમાફિયા દ્વારા કરાતી પ્રવૃતિ અટકાવવી પડશે. નવા કાયદા મુજબ પગલાં ભરવામાં આવે તેવી માગણી પણ ઉઠી રહી છે. આ બાબતે દબાણકારો સામે કડક કાર્યવાહી થવી જોઇએ જેથી અન્યને પણ સબક મળે તે માટે આવશ્યક કાર્યવાહી થવી જરૂરી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.