તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ફરી એક વખત શહેરની 2 લાખ વસ્તીને પાણી પુરૂં પાડી ન શકાયું

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસામેડી પાસે વેલ્ડીંગ કામને લઇને સમસ્યા સર્જાઇ

ગાંધીધામ નગરપાલિકાને આપવામાં આવતા પાણીના પુરવઠામાં અવારનવાર જુદી જુદી સમસ્યાઓ ઉભી થાય છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા અપાતા પાણીના જથ્થામાં વધઘટ સામાન્ય બની ગઇ છે. 32 એમએલડી પાણીને બદલે પુરતું પાણી અવારનવાર અપાય છે. જેને લઇને પાલિકાને મુશ્કેલીમાં મુકાવવું પડે છે. શહેર અને સેક્ટર વિસ્તારમાં પાણીનો સપ્લાય આજે કરી શકાયો ન હતો. વરસામેડી પાસે વેલ્ડીંગના કામને લઇને આ સ્થિતિનું નિર્માણ થયું હોવાની જાહેરાત નગરપાલિકાએ કરી છે.

નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ વચ્ચે અવારનવાર કોઇને કોઇ ઇસ્યુને લઇને લોકોનો ખો નિકળે તેવી સ્થિતિ ઉભી થાય છે. પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે તેવો દાવો પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરાય છે તેની સામે નગરપાલિકા દ્વારા અવારનવાર પાણી ઓછું આવતું હોવાની ફરિયાદો કરવામાં આવતી હોય છે. પાણી પુરવઠા બોર્ડ અને પાલિકા વચ્ચે આ ગજગ્રાહણમાં અઢી લાખથી વધુ વસ્તીને અવારનવાર બાનમાં લેવાય તેવી સ્થિતિ ઉભી થતી હોય છે. મુખ્ય અધિકારીની યાદીમાં જણાવ્યા મુજબ સિટી વિસ્તારને તા.16ના બપોર પછીના સમયે પાણી આપવાનું હતું પરંતુ પાણી પુરવઠા બોર્ડે પાલિકાને પાણીનો સપ્લાય નથી કર્યો કારણ કે વરસામેડી પાસે 100 મીટર નજીક વેલ્ડીંગ કામ કરવાનું હોઇ આ કામ પૂર્ણ થયા પછી નગરપાલિકા વિસ્તારને પાણી આપી શકાશે. શહેરી વિસ્તારની પાણીની સમસ્યા પૂર્ણ થયા બાદ સેક્ટર વિસ્તારને પાણી આપવામાં આવશે.

પાણીનું બિલ જ 70 કરોડથી વધુનું બાકી
સૂત્રોના દાવા મુજબ નગરપાલિકાને નર્મદાનું પાણી આપવામાં આવે છે તેમાં દર મહિને 50 ટકા રકમ જ બિલની ભરવામાં આવે છે. જેને લઇને 50 ટકા રકમ બિલની ચડતી જાય છે. અત્યાર સુધી આ આંકડો અંદાજે 70 કરોડથી વધુએ પહોંચ્યો છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા અવારનવાર આ બિલ માટે ઉઘરાણી પણ કરવામાં આવી હતી. નોટિસ આપવામાં આવ્યા પછી પણ યોગ્ય ઉકેલ આવ્યો નથી હાલ પાલિકામાં વહીવટદારનું શાસન છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો