ક્રાઇમ:હત્યાના ત્રીજા દિવસે પણ કચ્છભરમાં વિરોધ પ્રદર્શનોનો સિલસિલો જારી

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આડેસર-રાપર માર્ગ 1 કલાક સુધી સૂત્રોચાર સાથે બંધ કરાવાયો - Divya Bhaskar
આડેસર-રાપર માર્ગ 1 કલાક સુધી સૂત્રોચાર સાથે બંધ કરાવાયો
  • જિલ્લાભરમાં ન્યાયની માંગ સાથે રસ્તા રોકો આંદોલન
  • પોલીસે સ્થિતિ માંડ કાબુમાં લીધી

રાપર માં સામાજિક આગેવાન અને વકીલની ચકચારી હત્યાની ઘટનાના બીજા દિવસે 9 આરોપીના નામ જોગ ફરિયાદ પોલીસે નોંધી છે તેમાં હત્યા કરનાર મુખ્ય આરોપી મુંબઈ થી ઝડપાઇ ગયો છે અને 5 આઓપી રાઉન્ડઅપ કરાયા હોવાનું પોલીસે જ્ણાવેયુ હોવા બાદ ત્રીજા દિવસે અનુસૂચિતજાતિ સમાજના લોકો તમામ આરોપીઓને પકડવાની માંગ સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ઘટનાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આડેસર-રાપર માર્ગ 1 કલાક સુધી સૂત્રોચાર સાથે બંધ કરાવાયો
રાપરમાં દેવજીભાઇ વકીલની થયેલી હત્યા બાબતે આડેસર તેમ જ આસપાસના ગામોના અનુસુચિત સમાજના આગેવાનો દ્વારા હાઈવે ઉપર ગોકુલ હોટલ પાસે ચક્કાજામ કરવામાં આવ્યું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા એક કલાક ચાલેલા આ આંદોલનમાં બંને બાજુ લગભગ એક કિલોમીટરની વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી પણ આડેસર પીએસઆઇ એ પી જાડેજા સાહેબ આવતા અને દલિત સમાજના આગેવાનો દ્વારા એવી માંગણી કરવામાં આવી કે છ હત્યારાઓને પકડવામાં આવ્યા છે અને હજુ ત્રણ પકડથી દૂર છે તેમને જેમ બને તેમ જલદી ધરપકડ કરવામાં આવે અને તેમને યોગ્ય આકરી સજા કરવામાં આવે અને આ કાર્યવાહીમાં વિલંબ થશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી બોલો.

ગાંધીધામના ધમધમતા ટાગોર રોડ પર ઓસ્લો સર્કલ પાસે બે કલાક સુધી વિરોધ દર્શાવાયો
ગાંધીધામના ઓસ્લો સર્કલ પર સવારે 11 વાગ્યે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અનુસુચિત સમાજ દ્વારા એડ્વોકેટ દેવજીભાઇ મહેશ્વરીની હત્યાની ઘટનાને અંજામ આપનાર તમામ આરોપીઓને તાત્કાલિક પકડી કડક સજા અપાવવાની માંગ સાથે ટાગોર રોડ ઉપર ચક્કાજામ કરી વિરોધ દર્શાવાયો હતો જે બે કલાક સુધી અવિરત રહ્યો હતો.

સામખિયાળી હાઇવે અડધો કલાક ચક્કાજામ કરાતાં બે કિલોમીટર વાહનોની કતાર લાગી
સામખિયાળી ખાતે રાપરના વકીલની હત્યાના વિરોધમાં બપોરે 3 વાગ્યે અનુસુચિત સમાજના લોકોએ તમામ આરોપીઓની ધરપકડ કરી કડક સજા અપાવવાની માંગ સાથે હાઇવે પર આડા બેસી જઇ ચક્કાજામ કર્યો હતો જેમાં સામખિયાળી પીએસઆઇ વી.જી.લાંબરિયાએ સમાજના લોકોને ખાતરી આપતાં આ ચક્કાજામ 3:30 વાગ્યે રોકવામાં આવ્યો હતો. અડધા કલાક સુધી કરેલા ચક્કાજામને કારણે સામખિયાળી હાઇવે પર બે કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી.

ભચાઉમાં અડધો કલાક સુત્રોચ્ચાર સાથે વિરોધ કરી આવેદનપત્ર
ભચાઉમાં રાપર બનાવ ના પગલે ભીમા કોરેગાવ સેનાના યુવાનો દ્વારા સાંજે અડધો કલાક સુધી સૂત્રોચ્ચાર સાથે ચક્કા જામ કરી આવેદન આપી જો તાત્કાલિક તમામ આરોપીઓ નહીં પકડાય તો તેમના સંગઠન દ્વારા આંદોલન પણ કરાશે તેવી ચીમકી અપાઈ હતી.

નખત્રાણામાં ટાયરો સળગાવાયા, પોલીસે સ્થિતિ સંભાળી
રાપરની હત્યાના પડઘા નખત્રાણામાં પણ પડ્યા હતાં. આરોપીનોને પકડવાના નારા સાથે નખત્રાણામાં પણ ચક્કાજામ કરી રસ્તા બંધ કરી દેવાયા હતાં. નખત્રાણા ખાતે દલિત અધિકાર મંચ તેમજ બીએમપી સહિતના સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ચક્કાજામ કરી ટાયરો સળગાવામાં આવ્યા હતાં. ત્યારબાદ પોલીસે આવી મામલો થાળે પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...