તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ત્રીજા દિવસે વધુ 8 ફોર્મ સાથે કુલ 1 ડઝન ઉમેદવારી પત્ર ભરાયા, પાલિકાની 52 બેઠકો માટે ઉમેદવારી પત્રોની ગતિવિધિ

ગાંધીધામ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા, જિલ્લા પંચાયતમાં હજુ કોઇ ફોર્મ ભરવા ડોકાયું નથી

ગાંધીધામ નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે ગત 8મી તારીખથી ઉમેદવારી પત્ર ભરવાનો આરંભ થઇ ગયો છે. આજે ત્રીજા દિવસે વોર્ડ નં.1થી 7માં 3 અને વોર્ડ નં. 8થી 13માં 5 ફોર્મ જે તે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ થયા હતા.

અત્યાર સુધી 12 ઉમેદવારોના જ નામ ભરાયા છે. જોકે, મુખ્ય રાજકીય પક્ષોના ફોર્મ હજુ ભરાયા નથી. આમ આદમી પાર્ટીના ઉમેદવારી પત્રો ‌વધુ ભરાયા હોવાનો અંદાજ હાલના તબક્કે સેવાઇ રહ્યો છે. 140 ફોર્મનો ઉપાડ થયો હોવાના સંકેત મળી રહ્યા છે. જ્યારે જિલ્લા પંચાયતની બે અને તાલુકા પંચાયતની 16 બેઠકોમાં પણ એક પણ ઉમેદવારી પત્ર હજુ સુધી ભરાયું નથી.

નગરપાલિકામાં આજે પણ ધમધમાટ ચાલુ રહ્યો હતો. ઉમેદવારી પત્ર ભરવાની દિશામાં ચહલપહલ જોવા મળી હતી. સાથે સાથે જુદી જુદી બાબતોની પૂછપરછ કરવા પણ ઉમેદવાર કે તેના ટેકેદારો અથવા તો રાજકીય પક્ષોના આગેવાનોએ આવીને પૂછપરછ કરી હતી. દિવસ દરમિયાન નગરપાલિકા કક્ષાએ દોડધામ તો ચાલુ રહી હતી પરંતુ જે રીતે વાતાવરણ જોવા મળતું હતું તેની સરખામણીએ ઉમેદવારી પત્ર ઓછા ભરાયા હતા. સંભવત: ગુરૂ અને શુક્રવારમાં રાજકીય પક્ષોના ફોર્મ ભરાઇ શકે છે. ચૂંટણી અધિકારી જે.કે. ચાવડા અને પી.એ. જાડેજા સમક્ષ ઉમેદવારી પત્ર નગરપાલિકામાં ભરાયાની સાથે સાથે શૌચાલયના દાખલા સહિતના મુદ્દે પણ કેટલાક આગેવાનોએ ધામા નાખીને માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. તાલુકા, જિલ્લા પંચાયતમાં હજુ ઉમેદવારોના નામો નક્કી થયા ન હોવાથી સામાન્ય રીતે એવું જણાઇ રહ્યું છે કે, બન્ને મુખ્ય પાર્ટીઓના ફોર્મ ભરાયા પછી સીધો જંગ ખેલાશે. જોકે, કેટલીક બેઠકો પર ભાજપ કે કોંગ્રેસના બળવા ખોરો ઉમેદવારી કરે તો ત્રિપાંખીયો જંગ ખેલાવવાની શક્યતા હાલના વાતાવરણને જોતાં જોવાઇ રહી છે. આપ પાર્ટી પણ મેદાનમાં ઉતરતાં હવે શું થાય છે તેની ઉપર રાજકીય વિશ્લેષકોની મીટ મંડાણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો