તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાદગીપૂર્ણ ઉજવણી:પરશુરામ જયંતી નિમિત્તે કોરોનાને નાથવા વિશ્વ કલ્યાણ માટે યજ્ઞ કરાયો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સંગઠનો દ્વારા પૂજા અર્ચના અને આરતી સહિતના કાર્યક્રમો યોજાયા

પરશુરામ ભગવાનની જન્મ જયંતીની ગાંધીધામ સંકુલમાં કોરોનાની ગાઇડલાઇન સાથે ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જયંતી અખાત્રીજ અક્ષય તૃતીયા પ્રસંગે અત્યારે કોરોના મહામારી અનુલક્ષી મહામારી ને નાથવા વિશ્વ કલ્યાણ માટે પંચમુખી હનુમાનજી મંદિર પર આદિપુર મુકામે બ્રહ્મચારી પ્રકશાનંદજી મારાજના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ દ્વારા વિષ્ણુ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આચાર્ય જીજ્ઞેશ મારાજ અને ભરત મારાજ સાથે ઋષિ કુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી બપોરે નારિયલ હોમ સાથે સંપન્ન થયો હતો.

યજ્ઞના યજમાન મલ્કેશ બાલમુકુંદ જોશી તથા અંકિતા જોશી હતા. આ પ્રસંગે મધુભાઈ ભટ્ટ, સમીપ જોશી, રેવા કલવાની, પ્રવીણ દવે, જગદીશ પંડ્યા, મુરારી શર્મા, વિપુલ મહેતા, મુરલી જગાની, ડોક્ટર નરેશ જોશી, તથા અન્ય મર્યાદિત સંખ્યામાં હાજર રહી કોરોના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. આદિપુર કચ્છમાં આવેલા સ્મૃતિ ચિન્હ પરશુરામ ચોક ખાતે વિપ્રેશ્ર્વર ભગવાન પરશુરામ દાદાના પ્રાગટ્યોત્સવ પાવન પર્વ પર પૂજા અર્ચના અને આરતી ઉપસ્થિત બ્રહ્મ સમાજ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી હતી.

પરશુરામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ડૉ. નરેશ જોષી, મંત્રી પ્રવીણ દવે, ડૉ. મનીષ પંડ્યા, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના સંયોજક પન્નાબેન જોષી, જ્યોત્સના દવે, લીના ધારક તથા જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ ના પ્રમુખ રાજેશ ધારક,હેમંત જોષી, અશ્ર્વિન ત્રિવેદી, કમલ શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...