તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:રવિવારે આખા કચ્છમાં સૌથી વધુ 2219 વેક્સિનેશન ગાંધીધામ તાલુકામાં થયું

ગાંધીધામ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
આદર્શ હનુમાન મંદિરે 174નું રસીકરણ - Divya Bhaskar
આદર્શ હનુમાન મંદિરે 174નું રસીકરણ
 • સૌથી નાનો તાલુકો હોવા છતાં ગાંધીધામની સક્રિયતા નોંધપાત્ર

ગાંધીધામ તાલુકામાં 4 એપ્રીલ સુધી કુલ 20,730 લોકોને કોરોના રસી આપવામાં આવી આરોગ્ય વિભાગના સુત્રોએ બહાર પાડેલા આંકડામાં સામે આવ્યું હતું કે એકજ દિવસમાં સૌથી વધુ રસીકરણ કરવામાં ગાંધીધામ તાલુકો મોખરે રહ્યો હતો. રવિવારના એકજ દિવસે ગાંધીધામ તાલુકામાં કુલ 2219 લોકોને રસી અપાઈ હતી, જે સાથે કુલ આંક 20730ને સ્પર્શ્યો હતો. તો ભુજમાં 1228 અને મુંદ્રામાં 1340 લોકોને રસી અપાઈ હતી. સૌથી વધુ કુલ ભુજ તાલુકામાં 42,401નું રસીકરણ અત્યાર સુધી કરાયું છે.

નોંધવું રહ્યું કે સતત વધતા કોરોના કેસના કારણે તેજ ગતીએ રસીકરણ કરવાનો પ્રયાસ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયો છે.આદર્શ હનુમાન મંદિર અને સ્થાનિક સહયોગથી કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં આદર્શ હનુમાન મંદિરે કુલ 174ને કોરોના વેક્સિન અપાઈ હતી. જેમાં સંસ્થાના સંતોષપાલસિંઘ, દીલીપ પુરોહિત, મોહતા ભુવનેશ્વર સિંઘ, રામુભાઈ, સાહીલ સીંઘ, પાલિકા પ્રમુખ ઈશીતાબેન, પુનીત દુધરેજીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જૈન શ્વેતાબંર તેરાપંથી સમાજમાં 177ને વેક્શિનેશન
ગાંધીધામમાં જૈન શ્વેતાબંર તેરાપંથી સભા સમાજ, જીતો, વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નિઃશુલ્ક કોવિડ વેક્સિનેશન કેમ્પમાં કુલ 177 લોકોએ રસી લીધી હતી. જેમાં સંચાલન સહમંત્રી જીતેંદ્ર જૈન દ્વારા કરાયું હતું. સભાના પ્રમુખ ત્રીભુવનભાઈ સિંઘવી, રાજુ મહેતા, વિજયલક્ષ્મી ભંસાલી સહિતના સભ્યોએ વિશેષ યોગદાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો