તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:આદિપુર પાણીનો પ્રશ્ન ઉકેલવા પદાધિકારીઓ દ્વારા કરાયું મંથન

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાલ્વમેન સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપી : લોક પ્રતિનિધિની બાદબાકીની બૂમ

પાલિકા દ્વારા એક સાંધેને તેર તુટે તેવી સ્થિતિ પાણીની વિતરણ વ્યવસ્થામાં થઇ રહી છે. 32 એમએલડી જેટલું પાણી આવતું હોવા છતાં વિતરણની ખામીને કારણે કે અન્ય કારણોસર લોક હેરાન પરેશાન થઇ રહ્યા છે. પાલિકાના નવા સુકાનીઓએ પાણીનો પ્રશ્ન હલ કરવાની દિશામાં કરેલી કવાયતના ભાગરૂપે અગાઉ ગાંધીધામમાં વાલ્વમેન સાથે બેઠક યોજ્યા પછી આજે આદિપુરમાં પણ બેઠક યોજીને જરૂરી સૂચના આપી હતી. જોકે, આદિપુરના કેટલાક લોકપ્રતિનિધિઓને પાછળથી જાણ કરતાં તેઓ પહોંચી શક્યા ન હતા. ઇરાદાપૂર્વક મોડેથી સૂચના આપી હોય તેવો ચણભણાટ પણ ઉભો થયો છે.

આદિપુરમાં વીડી- નાગલપરના 25થી વધુ બોરથી પાણી આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ રહી છે. સાથે સાથે નર્મદાનું પણ ગાંધીધામથી અંદાજે 3 એમએલડી પાણી આપવામાં આવે છે. પાણી વિતરણ વ્યવસ્થાને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા છે. અવારનવાર જે તે વિસ્તારોમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેમાં પદાધિકારીના વોર્ડનો પણ સમાવેશ થાય છે.

દરમિયાન આજે પ્રમુખ ઇશીતાબેન ટિલવાણી, પૂનીત દુધરેજીયા, વિજયસિંહ જાડેજા, પપ્પુભાઇ ઘેડા વગેરે પદાધિકારીઓની ટીમે આદિપુરના લોકોની પીવાના પાણીની મુશ્કેલીનો હલ લાવવા બેઠક યોજી હતી. પ્રમુખ ટિલવાણીના જણાવ્યા મુજબ બેઠકમાં લોકોને પાણી મળી રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. સૌને સાથે રાખી સમસ્યાનો હલ લવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો