તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:હવે ઈડીની ટીમે ગાંધીધામની મુલાકાત લેતા દોડધામ મચી

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CBIએ બેંક ફ્રોડના મામલે પણ ધામા નાખ્યા હતા
  • ભૂતકાળના કેસ સંલગ્ન તપાસનો દાવો

તાજેતરમાં સીબીઆઈ દ્વારા બેંક સાથે ફ્રોડના મામલામાં ગાંધીધામ સ્થિત કંપનીના ડાયરેક્ટરો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આદરી હતી, તો આના તુરંત બાદ ડાયરેક્ટ્રોટ ઓફ ઈન્ફોર્સમેન્ટની ટીમે કચ્છની આર્થિક રાજધાની ગાંધીધામની મુલાકાત લેતા ઉચ્ચ વર્તુળોમાં બાબત ચર્ચાના એરણે ચડી હતી અને આર્થિક ગેરરીતીઓ સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

ઈડીની ટીમ દ્વારા ગત દિવસોમાં ગાંધીધામ અને તેની આસપાસના કેટલાક વિસ્તારોની મુલાકાત લઈને કોઇ કેસ સંદર્ભે તપાસ ચલાવાતી હોવાની ચર્ચા છેડાઈ હતી. સબંધીત સુત્રોએ આ પાછળ આઠેક વર્ષ જુના આર્થિક ગેરરીતીઓના કેસ હોવાનું જણાવ્યું હતું. જોકે, આ અંગે સતાવાર રીતે હજી સુધી કોઇ માહિતી અપાઈ નહતી.

પરંતુ સુત્રોના દાવા અનુસાર ઈડી સંલગ્ન બે જેટલા કેસ ગાંધીધામ સબંધિત ચાલી રહ્યા છે. જેને લઈને પણ આ તપાસ હાથ ધરાઈ હોય તે શક્ય છે. નોંધવુ રહ્યું કે ઝોનમાં સ્થિત કંપની સામે ગેરરીતીઓ આચરવા બદલ અને બેંકો સાથે ફ્રોડ કરીને 150 કરોડ જેટલી જંગી રકમનો ગફલો કરવા બદલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન દ્વારા કેસ નોંધીને તપાસ આદરી હતી, ત્યારબાદ તુરંત બીજી રાષ્ટ્રીય સ્તરની એજન્સીએ પણ જુકાવતા દાણચોરોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...