મુળ રાજસ્થાનના હાલે ગાંધીધામ રહેતા બે બહેનોના નામે રૂ.28.61 લાખની લોન કરાવ્યા બાદ મકાનનો કબજો ન આપી સંકુલમાં કુખ્યાત બનેલા બીલ્ડરે છેતરપિંડી આચરી હોવાનો વધુ એક ગુનો આ બિલ્ડર વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયો હતો.
મુળ રાજસ્થાનના અને હાલે ગાંધીધામ રહેતા 50 વર્ષીય કમલાબેન ભંવરલાલ જોધાજી હટેલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2018 માં બાગેશ્રીના માલિક બીજલ મહેતાના એજન્ટ તરીકે કામ કરતા ગેનારામ ચૌધરીએ ગળપાદર ટાઉનશીપ – 9 માં પ્લોટ નંબર 164 અને તેમનાન બહેન સરોજબેન ભંવરલાલ પરિહારના પ્લોટ નંબર 152 માટે રૂ.10 લાખની લોન થશે તેમ કહી બેંક ડિટેઇલ લઇ બન્ને બહેનો પાસેથી સબસીડી તથા ડાઉન પેમેન્ટના રૂ.28,61,953 લીધા બાદ લોન કરાવી આજ દિવસ સુધી મકાનનો કબજો ન આપી વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદમાં જણાવી બાગેશ્રી ડેવલોપર્સના બીજલ મહેતા, ગેનારામ ચૌધરી, અનિલભાઇ તથા કમલેશભાઇ વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, પડાણાની કિંમતી જમીન પચાવી પાડવાનો લેન્ડ ગ્રેબી઼ગ એક્ટનો ગુનો પણ બીજલ મહેતા વિરૂધ્ધ નોંધાયો છે તો આ પ્રકારની છેતરપિંડીની અનેક ફરિયાદો આ બિલ્ડર વિરૂધ્ધ ઉઠી ચૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.