નોટિસ:શહેરના રાજેન્દ્ર બાગમાં દબાણ હટાવવા ચોકીદારને નોટિસ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની મિલકત પર થયેલા દબાણો
  • ​​​​​​​લાંબા સમયથી ઢોરઢાંખર સાથે પાર્કમાં અડિંગો જમાવી બેઠા હતા

ગાંધીધામ નગરપાલિકા દ્વારા પાલિકાની મિલકત પર થયેલા દબાણો દૂર કરવા માટે આખરે મન બનાવ્યું હોય તેવું જણાયું છે. આજે રાજેન્દ્ર બાગમાં ઢોરઢાંખર સાથે ગેરકાયદેસર રીતે રહેતા ચોકીદારને હટી જવા માટે પાલિકાના ચીફ ઓફિસરે નોટિસ આપી છે. સાત દિવસમાં આ દબાણ કરતા દબાણ દૂર ન કરે તો પાલિકા દ્વારા ઓપરેશન હાથ ધરીને દબાણ હટાવવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. અન્ય દબાણો પણ દૂર કરવા પાલિકાએ આગળ આવવું પડશે.

આર્કેટના દબાણો ક્યારે દુર થશે?
શહેરમાં આડેધડ દબાણો થઈ રહ્યા છે. મુખ્ય બજાર સહિતના સ્થળો પર આર્કેટ દબાવીને થયેલા દબાણો દૂર કરવા અવારનવાર માગણી થઈ ચૂકી છે. ભાજપના જ આગેવાનોના આવા દબાણો હોવાથી કેટલાક કિસ્સામાં દબાણ દૂર થતા નથી તેવી ફરિયાદ પણ ઉઠી ગઈ છે. કોઇની શેહ-શરમ વગર આવા દબાણો પણ લોકહિતમાં ખુલ્લા કરવા જોઈએ તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...