તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:ડીપીટીના પૂર્વ PROને પબ્લિક પ્રિમાઈસીસ એક્ટ તળે નોટિસ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ મહિનામા ખાલી કરવા કહેવાયું હતું

ડીપીટીના બે વર્ષે પુર્વ ડીસમીસ થયેલા પુર્વ પીઆરઓનો પોર્ટ કોલોનીમાં રહેલા રહેઠાણનો મામલો બીલના ભરાતા તાજેતરમાં ચર્ચાનો વિષય બન્યો હતો, તો હવે ડીપીટીએ આ અંગે કડક વલણ અખ્યાતર કરીને પબ્લીક પ્રીમાઈસીસ એક્ટ તળે નોટિસ પાઠવીને આગામી તા.28/06/2021 સુધીમાં એસ્ટેટ ઓફિસર સમક્ષ ઉપસ્થિત રહેવા જણાવાયું હતું.

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટેના બોર્ડ દ્વારા પબ્લીક પ્રીમાઈસીસ એક્ટ, 1971 તળે પાઠવેલી નોટિસમાં જણાવાયું છે કે સંજય ભાટી કે જેવો અનધીકૃત રીતે પોર્ટ કોલોનીમાં ઘરમાં રહે છે, તેને તેને પરત કરી દેવું જોઇએ. તે અંગે ગત 14/09/2018માં ડીસમીસ થયા બાદ પત્ર પાઠવીને એક મહિનાના ગાળામાં ક્વાટર ખાલી કરવા જણાવાયું હતું,પરંતુ પત્ર દાવા વીના પરત આવ્યો હતો. તો ત્યારબાદ પણ તે ખાલી ના કરાતા પ્રતિમાસ 49,500નું ભાડુ વસુલવાનું પણ જણાવાયું હતું. તો ત્યારબાદ પણ આ અંગે ઈમેઈલ સહિતના માધ્યમોથી સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...