પાલિકા નિષ્ફળ:પાલિકાની બેદરકારી બદલ પાઠવાઇ નોટિસ

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ પાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ, ગંદકી સહિતના મુદ્દે લોકોને હાલાકી પડી રહી છે. શહેરના ધારાશાસ્ત્રીએ આ બાબતે સીઆરપીસી 133 મુજબ કામગીરી કરવાની નોટિસ સીઓને પાઠવી છે. ધારાશાસ્ત્રી એન.જે. તોલાણીએ સીઓને પાઠવેલા નોટિસમાં જણાવ્યું કે, સંકુલના જુદા જુદા વિસ્તારોમાં સમસ્યાઓ વકરી છે. પાણીના નિકાલ, સફાઇના અભાવ મુદ્દે પાલિકા નિષ્ફળ ગઇ છે. પાલિકાની જવાબદારી હોવા છતાં જે રીતે કામ થવું જોઇએ તે ન થતાં બેદરકારી બદલ કાનૂની રાહે શું કામ કાર્યવાહી ન કરાવી? વગેરે મુદ્દે નોટિસ ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...