નિર્દેશ:મતદાર યાદીમાં વધુ યુવા મતદારોના નામો ઉમેરાય તે માટે અપાઇ સૂચના

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેક્ટર ઓફિસરો સાથે નોંધણી અધિકારીએ બેઠક યોજી
  • ખાસ ઝૂંબેશના​​​​​​​ સમયગાળામાં મહત્તમ કામગીરી માટે પણ આગ્રહ રાખવામાં આવ્યો

ચૂંટણી આયોગના આદેશ અનુસાર તા.1-1-2022 ની સ્થિતીએ 18 વર્ષ પૂર્ણ થતા હોઇ તેવા તથા નોંધાયા વિનાના મતદારોની નોંધણી કરવા, મતદારયાદીમાં નામ હોય પણ કમી કરવું, મતદારયાદીમાં નામ હોઇ જેમાં કોઇ સુધારા કરવા માટેનો કાર્યક્રમ તા.01-11-2021 થી તા.30-11-2021 સુધીના સમયગાળા દરમ્યાન ચાલુમાં છે. આ કામગીરી અંતર્ગત તબક્કાવાર સમિક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે. આજે પણ બીએલઓ સાથે બેઠક યોજીને વધુને વધુ યુવા મતદારોના નામો ઉમેરાય તે દિશામાં પગલા ભરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

ચૂંટણીપંચની સૂચના મુજબ મતદાર યાદીની સુધારણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રાજકીય પક્ષોના આગેવાનો પણ પોત પોતાની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી કવાયતમાં મતદાર યાદીમાં જે યોગ્ય હોય તેનો સમાવેશ થાય તે માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ગાંધીધામ મતદાર મંડળમાં સમાવિષ્ટ વિભાગો માટે સદરહું કામગીરી સમયમર્યાદામાં થાય તેમજ 18થી 19 વર્ષ તથા 20 થી 29 વયજુથના લોકોની નોંધણી વધુમાં વધુ થાય તે અંગેના અમલીકરણના ભાગરૂપે સેકટર ઓફિસર, કેમ્પસ એમ્બેસેડરો તથા એ.ઇ.આર.ઓ.ઓ સાથે બેઠક મતદાર નોંધણી અધિકારી, ગાંધીધામ મતદાર વિભાગ અને નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટીના કે.સી.કોરડીયા અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ગાંધીધામ ખાતે યોજવામાં આવી હતી. સદરહું બેઠકમાં મતદાર યાદી ખાસ ઝુંબેશના સમયગાળામાં મહત્તમ કામગીરી થાય તે માટે સંબંધિતોને વિગતે અવગત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...