તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:સમ ખાવા પૂરતો એક પણ ઉમેદવાર ન ડોકાયો

ગાંધીધામ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નગરપાલિકાની 52, તાલુકા પંચાયતની 100 અને જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો પ્રથમ દિવસ
 • જાહેરનામું બહાર પડતાં જ ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ગતિવિધિ તેજ બનાવાઇ

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની તા.28 ફેબ્રુઆરીના યોજાનાર ચૂંટણીના અનુસંધાને આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ પાલિકા અને પંચાયત કક્ષાએ કરવામાં આવેલી ઉમેદવારીપત્ર ભરવાની વ્યવસ્થામાં એક પણ ઉમેદવાર સમ ખાવા પૂરતો પણ ઉમેદવારીપત્ર ભરવા ન આવતાં વહિવટીતંત્રને પ્રથમ દિવસે નીલ રીપોર્ટ આપવાની ફરજ પડી હતી. ચૂંટણી અધિકારી અને સ્ટાફ ઉમેદવારોની રાહ જોઇને બેઠું રહેવું પડે તેવી સ્થિતિમાં મુકાયા હતા.

સંકુલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને રાજકીય ક્ષેત્રે એકાદ મહિનાથી ગતિવીધિ તેજ થઇ ગઇ છે ત્યારે વહિવટી તંત્રએ પણ શાંતિ પૂર્ણ વાતાવરણ અને નિર્વિઘ્ને મતદાનની પ્રક્રીયા આટોપાય તે દિશામાં વિવિધ પગલા ભર્યા છે. નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠક માટે પાલિકામાં જ ભચાઉના પ્રાંત ઓફિસર અને ચૂંટણી અધિકારી પી.એ.જાડેજા(વોર્ડ નંબર – 8 થી 13) તથા જે.કે.ચાવડા (વોર્ડ નંબર – 1 થી 8) સમક્ષ ઉમેદવારીપત્ર ભરવા માટે તૈયારી કરવામાં આવી હતી. ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં જ વહિવટી ક્ષેત્રે વધુ ગરમી આવી હતી અને આજના દિવસે ઉમેદવારીપત્ર ભરાય તે માટે ઉમેદવારોની રાહ જોઇને બપોરે ત્રણ કલાક સુધીનો સમય પસાર કરાયો હતો.

જોકે, ઉમેદવારીપત્ર ભરવા માટે પૂછપરછનો દોર ચાલુ રહ્યો હતો પરંતુ કોઇ ફોર્મ ભરાયા ન હતા. તાલુકા કક્ષાએ પણ ચૂંટણી અધિકારી રમેશ વ્યાસ, દિલીપભાઇ રાવલ અને મામલતદાર કચેરીમાં મામલતદાર હીરવાણીયા સહિતનો સ્ટાફ ઉમેદવારીપત્ર ભરાવવા માટે વ્યવસ્થામાં જોડાયા હતા. આ જગ્યા પર પણ તાલુકા પંચાતની 100 અને જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકીય પક્ષોએ ઉંઘતા ન ઝડપાઇ જવાય તે માટે વોચ ગોઠવી
સૂત્રોના દાવા મુજબ, જે-તે રાજકીય પક્ષો દ્વારા તેની પાર્ટીના કોઇ ઉમેદવારી પત્રો ભરે તો ઉંઘતા ન ઝડપાઇ જવાય તે માટે વોચ ગોઠવવામાં આવી છે. જે-તે સ્થળે સંબંધિત આગેવાનો દ્વારા પૂછપરછ કરીને આ બાબતની જાણકારી પણ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યાના સંકેત મળી રહ્યા છે. કેટલાક કિસ્સામાં એવી પણ વિગતો બહાર આવી રહી છે જેમાં તૈયાર ભાણે કોઇ ઉમેદવાર એવો સક્ષમ ઉમેદવાર મળી જાય તો તેને માટે પણ જે-તે વોર્ડમાં છેલ્લી ઘડીએ વ્યવસ્થા થાય તેવી નીતિ પણ અપનાવાઇ રહી છે અને જો અને તોની ભૂમીકામાં રાજકારણમાં ક્યારે કંઇ પણ સ્થિતિ ઉભી થતી હોય છે તેનો લાભ મેળવવા પણ તૈયારી રાખવામાં આવી રહ્યાની વિગત બહાર આવી રહી છે.

ચૂંટણી લડવા ઇચ્છુક અપક્ષ ઉમેદવારે પોતાના 10 ટેકેદારો લાવવા પડશે
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ, જે-તે પક્ષમાંથી ટિકિટ માટે દાવેદારી કરી છે તેમાં ટિકિટ ન મળે તો અસંતોષ ઉભો થાય અને તેમાંથી કોઇ બળવો કરી ઉમેદવારી કરે અથવા તો બીજા પક્ષ કે અપક્ષ તરીકે ચૂંટણી લડે તેવું વાતાવરણ છે. અપક્ષ તરીકે જો કોઇ ચૂંટણી લડવા માગશે તો મતદાર યાદીના તે જ ભાગના દરખાસ્ત અને ટેકા માટે 10સમર્થકો જરૂર પડશે. આ ટેકેદારોએ સહી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો