વેરીફિકેશન પ્રક્રિયા:ડીપીટી વેરીફિકેશન પ્રક્રિયામાં ગુપ્ત મતદાનની વાત ન મનાઇ?

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 પૈકી 4 યુનિયનોએ ગુપ્ત મતદાન પદ્ધતિ પર ભાર મુક્યો હતો
  • 5મી તારીખે યુનિયનોની સભ્ય સંખ્યાની વેરીફિકેશન પ્રક્રિયા માટે બેઠક બોલાવી

દીન દયાળ પોર્ટમાં યુનિયનોની સભ્ય સંખ્યાની વેરીફિકેશન પ્રક્રિયા ગુપ્ત મતદાન પદ્ધતિથી કરવા માટે સંયુક્ત રીતે 28મી મેના ડેપ્યુટી ચેરમેનને ચાર યુનિયનો વતી સંયુક્ત રીતે રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે કોઇ કાર્યવાહી કરાઇ નથી કે યુનિયનોને જવાબ પણ અપાયો ન હ ોવાનો દાવો કરાયો છે. દરમિયાન આ માગણીને દરકિનાર કરી ડીપીટી પોર્ટના સેક્રેટરીએ તા.5મી ઓક્ટોબરે મીટિંગ બોલાવી છે.

કુશળ-બિનકુશળ અસંગઠીત સંગઠન કામદાર સહિત કંડલા પોર્ટ વર્કર્સ યુનિયન,કંડલા પોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન, કંડલા પોર્ટ એન્ડડોક એસસી, એસટી એમ્પ્લોઇ યુનિયનોએ સંયુક્ત રીતે 28-6ના ડીપીટીના ડેપ્યુટી ચેરમેનને રૂબરૂ મળી ઓક્ટોબર 2021માં યોજાનાર યુનિયનોની સભ્ય સંખ્યાની વેરીફિકેશન પ્રક્રિયા ગુપ્ત મતદાનથી કરવા માગણી કરી હતી. તેઓ કુશળ-અકુશળ કામદાર સંગઠનના વેલજીભાઇ જાટે દાવો કરીને આ બાબતે કોઇ નિર્ણય લેવાયો નથી તેમ જણાવ્યું છે.

જ્યારે આ રજૂઆતને ધ્યાનમાં લીધા વિના મનસ્વિ રીતે ડીપીટી પ્રશાસને ડેટ ઓફ સિસ્ટમ દ્વારા યુનિયનોની સભ્ય સંખ્યાની વેરીફિકેશન પ્રક્રિયા માટે આદરેલી પ્રક્રિયાથી યુનિયનને આશ્ચર્ય થયું છે. કોના દબાણ હેઠળ કે કોની તરફદારી માટે પ્રશાસનને મોટા ભાગની યુનિયનોની માંગને બદલે ટેકઓફ સિસ્ટમ અપનાવવા જઇ રહ્યું છેતેવો પ્રશ્ન જાટે ઉઠાવ્યો છે. ઉપરાંત મેજર પોર્ટ ઓથોરીટી બિલના મીનીસ્ટ્રી દ્વારા બહાર પાડેલા મુસદ્દામાં પણ વેરીફિકેશન પ્રક્રિયા ગુપ્ત મતદાન પદ્ધતિથી કરવાનું પ્રવધાન હોવાનો દાવો કરાયો છે.

નવરાત્રિ પહેલા બોનસ એડવાન્સ આપો
યુનિયન દ્વારા મીનીસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને જલ માર્ગને પત્ર પાઠવી પોર્ટના કર્મચારીઓને 2020-21ની ચુકવવા પાત્ર બોનસ આવનારા તહેવારને ધ્યાનમાં રાખી વહેલા ચુકવવા માગણી કરી છે. જોકે, મહાબંદરોની બોનસની સ્કીમ 2019-20 સુધી જ લાગું હતું. કામદાર ફેડરેશનો સાથે મળી 2021થી બોનસની નવી સ્કીમ બનાવવાની પ્રક્રિયા આઇપીએની અધ્યક્ષતામાં ચાલું હોય તેને સમય લાગે તેમ છે. જેને લઇને જુની સ્કીમ પ્રમાણે જલ્દી બોનસ ચુકવવા તે શક્ય ન હોય તો નવરાત્રિ પહેલા કામદારોને બોનસના એડવાન્સ પેટે 15 હજાર ચુકવવા સૂચન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...