પરમીટ મેળવી લેવા અનુરોધ:સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન નહીં, તો વાહનોને પોર્ટમાં પ્રવેશ પણ નહીં

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RFIDનું રજીસ્ટ્રેશન ઝડપી કરવા ચેમ્બરની અપીલ
  • સ્થાનિક પ્રશાસન સાથે રહી કાર્યવાહી નિહાળી સતત બેઠકોના દૌર ચાલુ

દિનદયાળ પોર્ટમાં RFID રજીસ્ટ્રેશન ઝડપી કરાવવા સમગ્ર ઉદ્યોગ જગતને ગાંધીધામ ચેમ્બર દ્વારા અપીલ કરાઈ હતી. જો નિયત સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન નહિ થાય તો વાહનોને પોર્ટમાં પ્રવેશ નહિ મળે, જેથી પ્રક્રિયાઓ પુર્ણ કરવા જણાવાયું હતું.

દેશના લગભગ 12 મહાબંદરો પર લાગુ થયેલી અને હાલે કંડલા દિનદયાળ પોર્ટ ખાતે લાગુ કરવામાં આવેલી આરએફઆઈડી યોજનાનું રજીસ્ટ્રેશન હાલે કંડલા પ્લાઝા સેન્ટર, એડમીનીસ્ટ્રેશન સેન્ટર તથા ગાંધીધામ ચેમ્બર સંકુલ ખાતે હેલ્પડેસ્ક ખોલી ઓનલાઇન કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દરેક સીએચએ, શીપીંગ એજન્ટસ, સ્ટીવીડોર્સ એજન્ટસ, ટ્રાન્સપોર્ટર્સ, રજીસ્ટ્રેશનની પ્રક્યિા ઝડપથી પૂર્ણ કરાવી વહેલામાં વહેલી તકે વાહન તથા માણસોની પરમીટ મેળવી લે તેવો અનુરોધ ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઇ કાનગડે પોર્ટ પ્રશાસન તથા આરએફઆઈડીના અધિકારીઓ સાથે રહી દરેકને કર્યો હતો. અને જો સમયમર્યાદામાં રજીસ્ટ્રેશનની પ્રક્યિા પૂર્ણ કરવામાં નહિં આવે, તો વાહનો અને માણસોને પોર્ટમાં પ્રવેશ નહિં મળે.

ચેમ્બરના પ્રમુખ કાનગડે પોર્ટ પર સ્થાનિક પ્રશાસન સાથે રહી કાર્યવાહી નિહાળી સતત બેઠકોના દૌર ચાલુ રાખી, પ્રશ્નો સમજી નિરાકરણ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપી બનાવી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...