તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:પચરંગી શહેરમાં 31મી ડિસેમ્બરના આ વખતે કોઇ પાર્ટી નહિ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પચરંગી ગાંધીધામ શહેરમાં આ વર્ષે 31મી ડિસેમ્બરના એક પણ કોમર્શીયલ આયોજન ન થઈ રહ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. કોરોના સંદર્ભે માર્ગદર્શીકાના કારણે આ પ્રકારના આયોજનો આ વર્ષે કરાઈ નથી રહ્યા. જોકે ખાનગી ધોરણે વિવિધ ફાર્મ હાઉસમાં અલાયદા આયોજનોનો મેળ બેસાડવાના પ્રયાસો જરૂર શરુ થઈ ગયાની ચર્ચા શહેરના એક વર્ગમાં છેડાઈ છે. ગાંધીધામ, આદિપુરની ખાનગી હોટલો અને રેસોર્ટમાં દર વર્ષે નવા વર્ષેને આવકારવા થનગનતા યુવાઓ ઉમંગ અને ઉત્સાહ પુર્વક વિવિધ પ્રકારના આયોજનો અને મેળાવડા થકી પાર્ટી, કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે.

પરંતુ આ વર્ષે કોરોના કાળનું ગ્રહણ તેને ગ્રસ્તીત કરી ગયું હોય તેમ કોઇ આયોજનો યોજાવાના ન હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જેના કારણે યુવાઓ નાના ગૃપોમાં અલાયદા અને ખાનગી આયોજનો તરફ વળ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો