જહાજ લાંગરતું નથી:કંડલા પાસે થંભેલું ઈરાનનું વધુ એક જહાજ લાંગરતું નથી!, ‘કાબુલ’ વેસલના ચાલી રહેલા પ્રકરણના કારણે ‘વેઈટ એન્ડ વોચ’માં હોવાની સંભાવના

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહથી ઓટીબીમાં ઈરાનના ધ્વજ સાથેના શિપથી 800 કન્ટેનર કંડલામાં ઉતારવાના હોવાનો સુત્રોનો દાવો

કંડલામાં કાર્ગોની ‘કંટ્રી ઓફ ઓરીજન’ મામલે ચાલી રહેલી તપાસમાં તેના પ્રત્યાઘાતો આવનારા ટ્રાફિક પર પણ પડી રહ્યા હોવાનું જાણવા મળે છે. સુત્રોનું માનીયે તો વધુ એક ઈરાનનો ફ્લેગ ધરાવતું જહાજ કંડલાની ઓટીબીમાં સપ્તાહથી ઉભુ રહીને ‘વેઈટ એન્ડ વોચ’ કરી રહ્યું છે. દાવા અનુસાર ‘કાબુલ’ વેસલમાં ઈરાનના કંટૅનરોને તેના આવેલા કન્ટ્રી ઓફ ઓરીજન મામલે કસ્ટમે કડક રુખ અપનાવતા જહાજ બર્થીંગ નથી માંગી રહ્યું અને આ કેસમાં કઈ દિશામાં તપાસ વણાંક લે છે તેના પર મીટ મંડાયેલી છે.

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા ખાતે ગત સપ્તાહે ‘કાબુલ’ નામક કન્ટેનર જહાજને કંડલા કસ્ટમે રોકીને તપાસ આરંભી હતી, જેમાં 407 જેટલા કન્ટેનરને અનલોડ કરીને સીએફએસમાં રખાયા, તપાસમાં ખબર પડીને આ કાર્ગો ઈરાનથી આવ્યો છે, જ્યારે કે ઓન પેપર તેનું સ્થળ દુબઈ દર્શાવાયું હતું. કાર્ગોના ‘કંન્ટ્રી ઓફ ઓરીજન’ માં ફેરબદલ આવતા તેને રુક જાવોનો આદેશ આપી 11 કન્ટેનર લાઈનર્સને નોટિસ પાઠવી તલબ કરાયા છે. એક તરફ આ તમામ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બીજી તરફ આ પ્રકરણના કારણે ઈરાન ફ્લેગ ધરાવતું એક વેસલ 8 ફેબ્રુઆરીનાજ કંડલામાં આવી ગયું હોવા છતાં બર્થીગની રીક્વેસ્ટ નથી કરી રહ્યું.

આંતરીક આધારભુત સુત્રોએ જણાવ્યું કે 800 જેટલા કન્ટેનર આ વેસલને અહિ અનલોડ કરવાના છે, પરંતુ ઓટીબીમાં તે લાંગરેલું છે. જે પાછળ અહિ કાબુલ વેસલ સાથે શું કેસ બને છે અને તે કઈ દિશામાં થાય છે, તે આધારે આગળ વધવા માટે રણનીતી અખત્યાર કરવામાં આવી રહી હોવાની સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

US પ્રતિબંધોથી ડોલરથી પેમેન્ટ થતું નથી
ઈરાનના પરમાણુ કાર્યક્રમથી ખફા યુનાઈટૅડ સ્ટેટ્સ ઓફ અમેરીકાએ તેના પર પ્રતિબંધો વર્ષોથી લગાવી રાખ્યા છે, જેના કારણે સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ખરીદ વેંચાણમાં ડોલરમાં ચુકવણુ થાય છે તેનો ઉપયોગ ઈરાનના સંદર્ભમાં ન થઈ શક્તો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. જેના કારણે ચુકવણુ કરવા કે વેપારી વ્યવહારોને સંચારીત રાખવા માટે કાર્ગોનું ઓરીજન અલગ દર્શાવવું આવશ્યક બનતું હોવાનો એક દાવો પણ ઉઠવા પામ્યો છે, આ સાથે એક તર્ક એવો પણ આગળ ધરાઈ રહ્યો છે કે વેપારી હિતો જળવાય તે માટે પણ વાયા અન્ય દેશો થકી કાર્ગો દર્શાવાતો હોય છે.

કન્ટેનરો સીઝ કરાયાની માહિતી લાઈનર્સને અપાઈ
કાબુલ જહાજમાં સ્થિત કાર્ગોનું મુળ દેશ ખોટુ દર્શાવેલા 407 જેટલા કન્ટેનરોને રોકાવીને સીએફએસમાં ટ્રાન્સફર કરીને જહાજ ઓટીબીમાં મોકલી દેવાયું હતું. આ અંગે જેટલા કન્ટૅનર લાઈનર્સ જોડાયેલા હતા, તેમને જાણ કરીને કસ્ટમ વિભાગ દ્વારા નોટિસ પાઠવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...