દરોડા:દિલ્હીમાં‘ટેલ્કમ પાઉડર મિશ્રિત હેરોઈન’ નો જથ્થો NIAએ જપ્ત કર્યો, મુન્દ્રા ડ્રગ્સ પ્રકરણ મામલે દિલ્હીના નેબસરાઈમાં દરોડા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • જુનમાં નિકળેલા કન્ટેનરનો જથ્થો હોવાની સંભાવના

મુન્દ્રા ડ્રગ્સ પ્રકરણ મામલે તપાસ સંદર્ભે બુધવારે એનઆઈએ દ્વારા દિલ્હીના નેબસરાઈ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી સંભવિત 'ટેલ્કમ પાવડર મીશ્રીત' જથ્થો ઝડપાયો છે. જે મુન્દ્રા પોર્ટમાં ગત મહિને ઝડપાયેલા જથ્થાની ખુબ નજીક હોવાથી આ અગાઉ જુનમાં નિકળી ગયેલા જથ્થાનો પાર્ટ હોવાની સંભાવના છે.નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના સુત્રોએ જણાવ્યું કે દિલ્હીના નેબસરાઈ વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં તપાસમાં મળેલી કડીઓના આધારે એજન્સીએ દરોડો બુધવારે તપાસ કાર્ય આરંભ્યું હતું.

ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી સાથે આદરવામાં આવેલી આ તપાસમાં જે જથ્થો ઝડપાયો તેની તપાસ કરતા તેમાં ટૅલ્કમ પાવડર મીશ્ર હોવાનું અને નશીલુ ડ્રગ્સ જે સંભવિત હેરોઈનજ હોઇ શકે, તે ઝડપાયું હતું. આ જથ્થો કેટલો છે તે અંગે કોઇ ફોડ હાલના સ્તરે પાડવામાં નથી આવી રહી પરંતુ તે વિપુલ માત્રામાં હોવાની સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. નોંધવુ રહ્યું કે અગાઉ ડીઆરઆઈએ પણ દિલ્હી અને નોઈડાના ગોદામોમાં તપાસ કાર્ય આરંભીને જથ્થો જપ્ત કર્યો હતો.

તો અત્યાર સુધી કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ પણ થઈ ચુકી છે. નોંધવુ રહ્યું કે ગત મહિને મુન્દ્રા પોર્ટ પર અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને આવેલા બે કન્ટૅનરમાંથી ત્રણ હજાર કિલો હેરોઈનનો ટેલ્કમ પાવડર મીશ્રીત જથ્થો મળ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારના હિસાબે કિંમત 21 હજાર કરોડ થવા જાય છે. જે તપાસ ડીઆરઆઈ પાસેથી એનઆઈએ પાસે જતા રાષ્ટ્રવ્યાપી દરોડા પડી રહ્યા છે, જે અનુસંધાનેજ દિલ્હીમાં પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...