તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદઃ:કાર્ગોમાં લુડો ગેમની હારજીતના ગુસ્સામાં પાડોશીઓ બાખડ્યા

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને પક્ષોએ નોંધાવી સામસામે ફરિયાદઃ 4ને ઇજા
  • એકે કહ્યું કે ‘તારુ કામ નહિ મારી પાસે’ તો બીજાએ હારતા હુમલો કર્યો

ગાંધીધામના કાર્ગો ઝુપડપટ્ટી વિસ્તારમાં લુડો ગેમમાં હાર જીતના કારણો પડોસીઓ બાખડી પડતા ત્રણ ભાઈ બહેન સહિત કુલ 4 ને ઈજા પહોંચી હતી. બન્ને પક્ષે સામસામી ફરિયાદ પોલીસ મથકે નોંધાવીને પહેલો હુમલો સામા પક્ષથી થયાનો દાવો કર્યો હતો.

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે પેરીયા સ્વામી ઉર્ફે અજીત આદ્રીદએ ગોવિંદ મનીયા રાજપુર અને અજય મનીયા રાજપુત સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે આસ પડોસમાં રહેતા હોવાથી સોમવારના સવારે આઝાદનગર કાર્ગો ઝુપડપટ્ટીમા તેવો મોબાઈલમાં લુડો ગેમ સાથે રમતા હતા. જેમાં ફરિયાદી હારી જતા આરોપી અજયએ ‘તારુ કામ નહિ મારી પાસે’ કહેતા ફરિયાદ ઘરે ચાલ્યો ગયો હતો. દરમ્યાન બપોરના ભાગે ફરિયાદી ઘર બહાર ઉભો હતો ત્યારે આરોપીએ અપશબ્દો આપીને લોખંડનો પાઈપ લઈ આવી હુમલો કર્યો હતો. જેનાથી બચાવવા ફરિયાદીના બેન પણ વચ્ચે પડતા તેમને ટચલી આંગળીમાં લાગ્યુ હતુ, તો મામાનો દિકરો પણ વચ્ચે પડતા તેને ધક્કો મારતા મુઢ માર થયો હતો. ફરિયાદીને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા હતા.

તો બીજી તરફ અજય મનીયા રાજપુતએ પોલીસ મથકે અજીત, અજીતનો મામો કન્ના, અજીતના મામાનો દિકરો ઓમશક્તિ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તે વારંવાર ગેમ જીતતો હોવાથી અજીતએ ગુસ્સો કરીને અપશબ્દો બોલ્યા અને બપોરે ઘર બહાર હતા ત્યારે લોખંડના પાઈપથી મારવા લાગ્યો હતો. જેથી અપશબ્દો આપીને મુઢ મારની ઈજા કર્યાની ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે બન્ને તરફની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...