તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્નોનો હોલ ક્યારે ?:તેલ ચોરી અને કોલસા ભેળસેળની ઘટનાઓ પર અંકુશ જરૂરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ ચેમ્બર અને ટ્રાન્સપોર્ટના પ્રતિનિધિઓ સાથે પૂર્વ ક્ચ્છ પોલીસની બેઠક યોજાઈ
  • લોડીંગ અનલોડીંગ સ્થળે સીસીટીવી કેમેરા, ટ્રક પરિવહન દરમ્યાન જીપીએસ સીસ્ટમના ઉપયોગ પર ભાર મુકાયો

ગાંધીધામ- કંડલા સંકુલની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને સંકુલના ટ્રાફિક સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરવા માટે ગાંધીધામ ચેમ્બરના આમંત્રણથી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટિલે ચેમ્બર ભવન ખાતે ચેમ્બરના કારોબારી સમિતિના સભ્યો અને ટ્રાન્સપોર્ટ એસોસીએરાનોના હોદેદારો- પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી. જ્યા તેલ ચોરી અને કોલસા ભેળસેળની વધતી ઘટનાઓ પર અંકુશ જરૂરી હોવાનો સુર ઉઠવા પામ્યો હતો.

ચેમ્બર પ્રમુખ અનિલકુમાર જૈને જણાવ્યું હતું કે, 2500 થી વધારે સભ્યો ધરાવતી 68 વર્ષ જુની ચેમ્બર સૌથી વિશ્વસનીય સંસ્થા છે, જે શહેર અને સંકુલની પ્રગતિ માટે સદાય કાર્યરત છે. ગાંધીધામ શહેર અને સંકુલ વેપાર ઉદ્યોગ ક્ષેત્રે ક્ચ્છમાં જ નહિં, પરંતુ ગુજરાતમાં વેપાર ઉદ્યોગ ઉભરીને આગળ વધી રહયું છે. કાયદો વ્યવસ્થા સુદઢ હોય ત્યાં જ શાંતિ અને ઉન્નતિ થઇ શકે છે. આ અંગે પોલીસની કામગીરીને તેમણે આવકારી હતી. આ પસંગે પોલીસ અધિક્ષક મયુર પાટીલે જણાવ્યું હતું કે દેશના ભાગલા વખતે કરાંચી પોર્ટ પાકિસ્તાનનાં જતા દેશને એક મોટા મહાબંદરની જરૂર હતી જેની કંડલા પોર્ટ તરીકે વિકાસ થયો અને સંકુલ લોકોને તેને વૈશ્વિક સ્તરનું પોર્ટ બનાવવામાં ખૂબજ યોગદાન આપેલ છે. વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રતિનિધિઓએ ત્યારબાદ સંકુલના પ્રશ્નો વિગતવાર જણાવ્યા હતા.

એસોસીએશનના પ્રતિનિધિઓએ અલગ અલગ રજુઆત દરમ્યાન જણાવ્યું હતું કે, ગાડીઓમાંથી માલ પરિવહન દરમ્યાન ચોરીની ઘટનાઓથી પુરતો માલ જહાજ સુધી પહોંચતો નહિ હોવાથી નિકાસકારોને મોટું આર્થિક નુક્શાન ભોગવવું પડે છે, તથા કંડલા પોર્ટના ગેટ ઉપર અમુક ગુન્હાહિત તત્વો ડ્રાઇવરોને ધાક ધમકી આપી માલ કાઢી લેવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આ પ્રકારની ચોરીઓના ગુન્હા આચરનારાઓ સંગઠિત ગુન્હો આચરવા સુધીની હિંમત કરવા લાગ્યા છે.

સાથોસાથ તેલ ચોરીઓ અને કોલસામાં ભેળસેળના બનાવો વધી રહયા છે. મેઘપર બોરીચી- અંજારના હાઇવે પર ફેક્ટરીઓની આસપાસ વિવિધ પ્રકારની ગેરરીતિઓ થઇ રહી હોવાથી રાત્રિના સમયે કામદારોને અને રાહદારીઓ માટે સલામતીનું જોખમ રહે છે. પ્રતિનિધિઓને પ્રશ્નોના પ્રત્યુતરમાં પોલીસ અધિક્ષકે ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓએ લોડીંગ અનલોડીંગ સ્થળે સીસીટીવી કેમેરા, ટ્રક પરિવહન દરમ્યાન જીપીએસ સીસ્ટમ અને માલના બારકોડ સીલની વ્યવસ્થા સુદઢ કરવી જોઇએ તેમ જણાવ્યું હતું.

જેથી ગુનો થયા બાદ પોલીસ તંત્રને આગળની તપાસ અર્થે પુરતો બેકઅપ મળી રહે અને ગુનાહિત તત્વોનું પગેરું મળી રહે. બેઠકમાં ચેમ્બરના પદાધિકારીઓ તેજા કાનગડ, મહેશ તિર્થાણી, જતીન અગ્રવાલ અને હરેશ માહેશ્વરી, મોહનલાલ ગોયલ, બળવંત ઠકકર, જગદીશ નાહટા, સંજય ગાંધી, નંદલાલ ગોયલ, જયેશ રાજદે સહિતનાએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

હાઈવે પર આડેધક પાર્કિગનો મુદો પણ ઉઠ્યો
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર થતાં આડેધડ પાર્કિંગના મુદ્દે પાટીલે જણાવ્યું હતું કે તેઓ તુરંતમાં જ આ અંગે ડીપીટી ચેરમેન સાથે હાઇવેની લગતી કોઇ પાર્કિંગની જગ્યા માટે મુલાકાત લઇ રજુઆત કરશે તથા એફ આઇ.આર. નોંધવા માટે સંલગ્ન અધિકારીઓને ખાસ સુચના અપાશે. ધંધાર્થીઓએ શ્રમિક એપમાં તેમના કામદારોનું રજીસ્ટ્રેશન કરાવવા ભલામણ કરી હતી તથા જીપીએસ સીસ્ટમને ફાસ્ટ ટેગના માધ્યમથી જોડવાની સંભાવનાઓ ઉપર વિચારવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...