તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સુરજબારી પાસે પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી 1.17 લાખના દારૂ સાથે 1 ને પકડ્યો

ગાંધીધામ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 6.22 લાખનો મુદ્દામાલ જપ્ત: એક આરોપી ફરાર થયો, ચાર સામે ગુનો નોંધાયો

સામખિયાળી-માળિયા હાઇવે પર બાતમીના આધારે સ્થાનિક પોલીસે વોચ ગઠવી ફીલ્મી ઢબે પીછો કરી કારમાં લઇ જવાતા રૂ.1.17 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકને પકડી લીધો હતો જ્યારે એક નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે આ દારૂ મોકલાવનાર અને મગાવનાર સહિત ચાર વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ બાબતે સામખિયાળી પોલીસ મથકના પીએસઆઇ વી.જી.લાંબરિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમને બાતમી મળી હતી તેના આધારે સામખિયાળી-માળિયા હાઇવે પર વોચ ગોઠવી હતી જેમાં ત્યાંતી પસાર થઇ રહેલી સફેદ કલરની વોલ્ક્સ વેગન કારને રોકી હતી.

પણ કાર ચાલકે કાર ભગાવતાં પોલીસે પીછો કરી સુરજબારી પાસે આંતરી હતી જેમાં કારનો ચાલક જામનગરનો અસગર કમોરા નાસી ગયો હતો જ્યારે જામનગરના સમીર નૂરમામદ અબ્બાસભાઇ જુણેજાને પકડી લઇ કારમાં તલાશી લેતાં રૂ.1,17,000 ની કિંમતના વિદેશી દારૂની 312 બોટલો મળી આવતાં તેની અટક કરી કાર અને મોબાઇલ સહિત કુલ રૂ. 6,22,000 નો મુદ્દામાલ કબજે કરી આ દારૂનો જથ્થો મોકલનાર અને મગાવનાર સહિત ચાર વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. આ કામગીરીમાં પીએસઆઇ લાંબરિયા સાથે કોન્સ્ટેબલ મહિપાલસિંહ, કેતનભાઇ, જયકિશનસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો