તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઇફેક્ટ:આરતી આરાધના સાથે નવરાત્રી યોજાશે , કોરોના વચ્ચે નોરતા અંગે સમાજનું આત્મમંથન

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં મોટી 40 મળીને કુલ 110નવરાત્રીનું દરવર્ષે આયોજન થાય છે
  • સરકારની માર્ગદર્શિકા આવી નથી, પણ વધતા કેસને ધ્યાનમાં રાખીને આ વર્ષે સાર્વજનિક આયોજન ટાળવા આયોજકો એક મત

દેશભરની વિવિધ સંસ્ક્રૂતિઓને પોતાની અંદર સમાવી લેનારી જિલ્લાની આર્થિક નગરી ગાંધીધામની અનેકવિધતા ખાસ કરીને તહેવારોમાં ઝળકી ઉઠતી હતી. પરંતુ આ વખતે તેના પર મહામારીનું ગ્રહણ લાગેલું હોવાથી તેના કેટલાક અંશે રંગ ફીક્કા પડશે તેવું લાગી રહ્યું છે. નવલા નોરતાને હવે મહિનો પણ બાકી નથી રહ્યો ત્યારે હજી દર વર્ષે અત્યાર સુધી શરુ થઈ જતી તડામાર તૈયારીઓની જગ્યાએ શૂન્યાવકાશ ભાસી રહ્યું છે. દિવ્ય ભાસ્કર દ્વારા ગાંધીધામ, આદિપુરમાં પણ નવરાત્રીના મુખ્ય આયોજકો સાથે વાતચીત કરીને તેમનું મંતવ્ય જાણ્યો હતો. જે તમામ દ્વારા એકમતે આ વર્ષે નવરાત્રીના મોટા આયોજનને ટાળવાનું અને માત્ર માતાજીની આરતી અને ગરબા ગાઈને પરંપરાનું નિર્વહન કરવાનું નક્કી કરાયું હોવાનું જણાવ્યું હતું.

હજી સુધી સરકાર દ્વારા આ અંગે કોઇ માર્ગદર્શિકા બહાર પડાઈ નથી, પરંતુ વધતા જતા કોરોના કેસ પોતેજ લાલબતી સમાન સ્થિતિ હોવાનું સહુનું માનવું છે. ગાંધીધામમાં નાની મોટી મળીને કુલ 110 નવરાત્રીઓનું આયોજન દર વર્ષે થાય છે. આ વર્ષે તેનું સ્વરૂપ કાંઈક અલગ જોવા મળશે.

માત્ર થોડા લોકો સાથે આરતી અને ગરબા ગાઈ પૂર્ણાહુતિઃ વિજય મહેતા
ગત 38 વર્ષોથી લીલાશાહ નવરાત્રી મંડળ દ્વારા શહેર મધ્યે યોજાતી નવરાત્રીના મુખ્ય આયોજકોમાંથી એક અને પાલિકાના કારોબારી ચેરમેન વિજય મહેતાએ જણાવ્યું હતું કે પરંપરા અનુસાર સ્થાપન કરીને થોડા લોકોની ઉપસ્થિતિમાં આરતી અને ત્યારબાદ પાંચ ગરબા ગાઈને નવરાત્રીની પૂર્ણાહુતિ કરાશે. આ સિવાય ધામધૂમ પૂર્વક કોઇ આયોજન નહિ કરાય, અંતિમ દિવસે દરવર્ષેની જેમ ગરબા મંદિરમાં વિસર્જન માટે મુકી જવા જણાવાશે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ લાયન્સ ક્લબ દ્વારા આયોજન નહી કરાયઃ મીત સચદે
લાયન્સ ક્લબની નવરાત્રીને આ વર્ષે સ્થગિત રાખવામાં આવી હોવાનું આયોજક મીતભાઈ સચ્ચદેએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન કોરોના સંક્રમણ ની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ક્લબના બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

પરંપરાનું નિર્વહન નિયમોના પાલન સાથે કરાશેઃ મોહન ધારશી, નવરાત્રી મંડળના કાર્યકારી અધ્યક્ષ
ગાંધીધામ, આદિપુર નવરાત્રી મંડળના કાર્યકારી અધ્યક્ષ મોહનભાઈ ધારશીએ જણાવ્યું હતું કે હજી સુધી સરકાર દ્વારા નોરતાના આયોજન અંગેની કોઇ માર્ગદર્શિકા બહાર પડી નથી, પરંતુ પરિસ્થિતિઓને જોતા બધા આયોજકોનો સુર મોટા આયોજનોને ટાળવાનો નિકળે છે. અમે આ સાથે પરંપરાના નિર્વહનના પણ પક્ષધર છીએ, જેથી શેરી ગરબીની સંસ્કૃતિનું પાલન થઈ શકે તો તે તરફ વળવું જોઇએ. માંનો ગરબો સ્થાપિત કરી, પાંચ ગરબા ગાઈને પણ પરંપરાનું નિર્વહન થઈ શકે છે.

માત્ર પુજન અર્ચન અને ગરબા ગાઈ આરાધના કરાશેઃ તુલસી સુઝાન
ગત 25 વર્ષેથી નવરાત્રીને નવા રંગરૂપ સાથે શહેરમાં શરુ કરનારા આદિપુરની સંતોષી માતાજી નવરાત્રીના આયોજક તુલસી સુઝાનએ જણાવ્યું હતું કે સંજોગો વધુ લોકો એકત્ર થાય તે પક્ષમાં નથી, જેથી 9 દિવસ મંદિરમાં માતાજીની આરતી, આરાધના કરીને દસેક લોકો સોશિયલ ડિસ્ટંસનું પાલન કરીને ગરબા ગાઈને અડધો કે કલાકના સમયમાં આરાધના બાદ પૂર્ણ કરી દેવાનું અમે નક્કી કર્યું છે.

ચેઇન તોડવી જરુરી, ફરી લોકડાઉન વિચાર કરોઃ ગાંધીધામ ચેમ્બર
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલકુમાર જૈનએ મુખ્યમંત્રી અને કચ્છ ક્લેક્ટરને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું એ કોરોનાના કેસ ગત થોડા દિવસોમાં ઘણા વધ્યા છે, જેથી આ ચેઈનને બ્રેક કરવી ખુબ જરૂરી હોવાથી થોડા દિવસો માટે લોકડાઉનની સંભાવનાઓ પર ફેરવિચાર થવો જરુરી છે. તો સેક્રેટરી આશીષ જોશીએ નવરાત્રીના આયોજનો વર્તમાન પરિસ્થિતિ માં ન થવા જોઇએ તેવો મંતવ્ય વ્યક્ત કરીને સંસ્કૃતિનું પાલન પોતાના ઘરે ઘટસ્થાપન કરીને થઈ શકે તેમ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો