તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢી બીજે પરંપરાનું પાલન:નાથે નગરયાત્રા નહીં આ વર્ષે માત્ર દર્શન આપ્યા

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જય જગન્નાથનો નાદ મંદિર પરિસરમાં ગૂંજ્યો
  • વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતીમાં પ્રોટોકોલ મુજબ શ્રધ્ધાળુઓ જોડાયા

ગળપાદર ગામની વર્ધમાનનગર સોસાયટી ખાતે આજે અષાઢી બીજનાં મંગલ પ્રભાતે ભગવાન જગન્નાથના મંદિરે રથયાત્રા પ્રસંગે આયોજિત વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતી માં ઉપસ્થિત રહી દર્શન સત્સંગ નો લાભ લીધો હતો. બહોળી સંખ્યામાં ઉડીસા, આંધ્રપ્રદેશ સહિતના દક્ષીણ ભારતના લોકો વસવાટ કરે છે, 2011થી ગાંધીધામમાં રથયાત્રા કાઢવાની શરૂઆત કરાઈ હતી. જેમાં છેલ્લા બે વર્ષેથી કોરોનાનું ગ્રહણ લાગેલુ છે. કોરોનાના કારણે ગયા વર્ષે પણ રથયાત્રાની નગરચર્યા ને બદલે મંદીરના પ્રાંગણમાં જ રથના દર્શનનું આયોજન કરાયું હતું.

દર્શનાભીલાષીઓએ ગળપાદર સ્થિત મંદિરમાં પ્રોટોકોલના પાલન સાથે પ્રવેશ અપાયો હતો. ડીવાયએસપી ડી.એસ.વાઘેલા અને પીઆઇ ડી.એમ.ઝાલા સહિતના અધિકારીઓએ હાજર રહી કાયદો વ્યવસ્થા જાળવી હતી. ધારાસભ્ય માલતી મહેશ્વરી, શહેર ભાજપના પ્રમુખ પંકજભાઈ ઠક્કર, અન્ય આગેવાનોમાં પૂનિત દૂધરેજીયા, મોમાયા ગઢવી, ધનજી આહિર, બાબુભાઇ ગુજરીયા, ભરતસિંહ જાડેજા, નરેશભાઈ ગુરબાની, મહેન્દ્રભાઈ જુણેજા, તુલસીભા ગઢવી. બબીતાબેન અગ્રવાલ વગેરેનું ઉડીયા સમાજના પ્રમુખ પ્રકાશભાઈ અને એમની ટીમે સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, છેલ્લે નિકળેલી રથયાત્રા, 2019કોરોના કાળ પહેલા 2019માં નિકળેલી રથયાત્રામાં 12 હજાર લોકો જોડાયા હતા

અન્ય સમાચારો પણ છે...