તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્મરણાંજલિ:કેડીટીટીએનું ‘હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ’ નામકરણ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશને તેના સદગત સેક્રેટરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશને ભૂતપૂર્વ સેક્રેટરી સ્વ.હરેશ સંગતાણીની યાદગીરીમાં પોતાના સ્પોર્ટસ કોમ્પલેક્સ કેડીટીટીએનું નામ બદલીને “હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ” રાખવાનો નિર્ણય લીધો છે. રવિવારે ઓનલાઇન મળેલી એસોસિયેશનની વિશેષ કારોબારી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

પ્રેમથી હર્ષી તરીકે જાણીતા હરેશ સંગતાણીનું ગયા તા.29/06ના મંગળવારે કેન્સરની બીમારી બાદ નિધન થયું હતું. વિશેષ કારોબારી સમિતિની બેઠક વર્ચ્યુઅલી મળી હતી અને કેડીટીટીએના પ્રમુખ વિપુલ મિત્રા, આઇએએસના વડપણ હેઠળ મળેલી આ બેઠકમાં કેડીટીટીએ સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું નામ બદલીને “હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ’ કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેને સદસ્યો દ્વારા સર્વાનુમતે સ્વિકારી લેવામાં આવ્યો હતો. કેડીટીટીએ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સાથે હર્ષીનું જોડાણ તેના માટેની જમીનની ખરીદી કરાઈ ત્યારથી હતું. આ અદ્યતન સ્પોર્ટ્સ માળખાની રચના કરવાનો સઘળો યશ હર્ષીને જાય છે અને તેમની યાદમાં આ કોમ્પલેક્સને તેમનું નામ આપવું બિલકુલ યથાયોગ્ય છે તેમ પોતાના સદગત સાથીને અંજલિ અર્પણ કરતાં મિત્રાએ જણાવ્યું હતું.

દરમિયાન આ વર્ચ્યુઅલ વિશેષ કારોબારીની બેઠકમાં વિશેષ આમંત્રિત ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સીઇઓ ધનરાજ ચૌધરીએ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં કેડીટીટીએના ભૂતપૂર્વ સેક્રેટરીની પ્રતિમા મૂકવાની દરખાસ્ત રજૂ કરી હતી. દરમિયાન આ વર્ચ્યુઅલ વિશેષ કારોબારીની બેઠકમાં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સીઇઓ ધનરાજ ચૌધરીએ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં કેડીટીટીએના ભૂતપૂર્વ સેક્રેટરીની પ્રતિમા મૂકવાની દરખાસ્ત રજૂ કરી હતી. “મારા પરમ મિત્ર હર્ષીએ ટેબલ ટેનિસને રમતને માત્ર કચ્છમાં જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી.

કોમ્પલેક્સના પરિસરમાં કેડીટીટીએ તેમની પ્રતિમા રજૂ કરીને હરેશ સંગતાણીને મહાન અંજલિ અર્પણ કરી શકશે” તેમ ચૌધરીએ જણાવ્યું હતું. તેમનો પ્રસ્તાવ પણ તમામ સદસ્યોએ તરત જ વધાવી લીધો હતો. બેઠકનો પ્રારંભ થાય તે અગાઉ સદસ્યોએ બે મિનિટનું મૌન પાળીને સદગત હરેશ સંગતાણીને અંજલિ અર્પણ કરી હતી. કેડીટીટીએના ઉપપ્રમુખ નરેશ બુલચંદાનીના પ્રસ્તાવ અને ઉપપ્રમુખ વિમલ ગુજરાલના સમર્થનમાં રજૂ કરાયેલી દરખાસ્ત મુજબ વિશેષ કારોબારી સમિતિના સદસ્યોએ કેડીટીટીએના સેક્રેટરી તરીકે મનીષ હિંગોરાણીની વરણીના પ્રસ્તાવને સર્વાનુમતે વધાવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...