કાર્યવાહી:દિલ્હીમાં હત્યા કરી ગાંધીધામમાં છુપાયેલા 3 શખ્સને ઝડપી પડાયા

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેકેટ ન આપતા ત્રણેય આરોપીઓએ દારૂ પીવડાવીને મારી નાખ્યો હતો
  • ઝુપડપટ્ટીમાં છુપાયેલા શખ્સો નવા વર્ષની ઉજવણીમાં હતા

દિલ્હીમાં મિત્રની હત્યા નિપજાવીને ગાંધીધામ છુપાવા માટે ભાગી આવેલા ત્રણ આરોપીઓને દિલ્હી પોલીસે અલગ અલગ રાજ્યોમાં 4500 હજાર કિલોમીટર પીછો કરીને આખરે ઝડપી પાડ્યા હતા. એક જેકેટ અને ત્યારબાદ થયેલા વાર્તાલાપના કારણે આ હત્યા કરાઈ હતી, આશ્ચર્યજનક રુપે જ્યારે પોલીસે આરોપીઓને ઝડપવા ગાંધીધામ નજીક ઝુપડપટ્ટી પહોંચી ત્યારે ત્રણેય આરોપી નવા વર્ષની ઉજવણી કરતા મળ્યા હતા.

દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં રહેતા સંતોષપુરી પ્રસાદ પાસે રહેલું સારુ દેખાતુ જેકેટ પહેરવા માટે પ્રિન્સએ માંગ્યું હતું. તે ન આપીને મૃતકે આરોપીઓને માર્યું હતું અને પ્રિન્સ સહિત જાવેદ અને હર્ષની મજાક પણ ઉડાવી હતી. જેનાથી રોષે ભરાયેલા ત્રણેય 19 વર્ષીય આરોપીઓએ પ્લાન ઘડી કાઢીને 25 ડિસેમ્બરના મૃતક સંતોષને પાર્ટી કરવા માટે બોલાવ્યો. જ્યાં ખુબ દારુ પીવડાવીને તીક્ષ્ણ હથીયાર વડે મોતને ઘાત ઉતારી નાળામાં ફેંકી દીધો હતો. ત્યાંથી ત્રણેય આરોપીઓ આગ્રા અને બિહાર ભાગી ગયા, જ્યાંથી ગાંધીધામ નજીક ઝુપડપટ્ટીમાં કોઇ પરિચીતને ત્યાં છુપાવા આવ્યા હતા.

બીજી તરફ દિલ્હી પોલીસ તેમનો પીછો કરતા કરતા પ્રિન્સની નાની, એમપી સહિતના સ્થળોએ ટ્રેસીંગના આધારે પહોંચી, અંતે પહેલીના ગાંધીધામ આવીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. શરુઆતમાં આનાકાની કર્યા બાદ દિલ્હી લઈ જતા આરોપીઓએ ગુનાની કબુલાત આપી હતી અને જેકેટના કારણે આની શરૂઆત થઈ હોવાનું કહ્યું હતું. સ્થાનિક પોલીસને આ અંગે જાણ ન કરાઈ હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...