ગાંધીધામ નગરપાલિકા કચેરી બહારજ લોકો ફુટપાથ પર રહેતા જોવા મળે છે, ગત મહિને શહેરના આગેવાનોએ ચુપાચુપ ઉદઘાટન કરી નાખ્યા બાદ પણ પાલિકા બહાર અને આશ્રય સ્થાન સામેજ રોડ પર સુતા લોકો ત્યાંજ જોવા મળ્યા હતા.
ગાંધીધામ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની યોજનાના ફંડ આધારીત ઘર વિહોણાઓ માટે હંગામી આશ્રય સ્થાન (શેલ્ટર હોમ) નું નિર્માણ છે. જેનું ઉદઘાટન કરાયાને આટલો સમય વિત્યા બાદ પણ પાલિકાના કર્મચારીઓ દ્વારા કામચલાઉ રીતે તેનું હેંડલીગ કરાતું હતુ, પરંતુ તેને ચલાવવા કોઇ સામાજિક સંસ્થાને દેવાની દીશામાં ઉદઘટન કર્યાના બીજા મહીને સંસ્થાઓને આગળ આવવા અપીલ કરાઈ છે, અને આવું પણ ત્યારે કરાયું છે જ્યારે શહેરની અગ્રગણ્ય નામી સંસ્થા તે માટે અગાઉથીજ અપીલ કરી ચુકી છે. પાલિકાની નીરસતા, નિર્ણય લેવાની અક્ષમતા આ માટે જવાબદાર હોવાનો ચણભણાટ પ્રબુદ્ધ વર્ગમાં પ્રવર્ત્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.